Home » photogallery » eye-catcher » 'હું બાળક નહીં આપી શકું', કિન્નરના કહ્યા બાદ પણ યુવકે કર્યો પ્રેમ અને પછી લગ્ન, હવે કહે છે કે...

'હું બાળક નહીં આપી શકું', કિન્નરના કહ્યા બાદ પણ યુવકે કર્યો પ્રેમ અને પછી લગ્ન, હવે કહે છે કે...

બિહારના મુઝફ્ફરપુરમાં એક ખૂબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવક સૌપ્રથમ એક કિન્નરના પ્રેમમાં પડે છે અને તેની સાથે જીવવાની અને મરવાની કસમ લે છે. જો કે, કિન્નર તેને સમજાવે છે કે, હું તને બાળક આપી શકીશ નહી અને તારા વંશને આગળ વધારી શકીશ નહી. આ બાદ પણ યુવક તેને અપનાવવા તૈયાર થઈ જાય છે. કિન્નરને પણ લાગે છે કે, આ યુવક તેને ખરેખર પ્રેમ કરે છે અને પછી બંને પતિ-પત્નીની જેમ સાથે રહેવા લાગે છે. બધું બરાબર ચાલી રહ્યું છે, પરંતુ એક દિવસ યુવક તે કિન્નરને મારવાનું શરૂ કરે છે અને પછી તેને અપનાવી લેવાની ના પાડી દે છે.

  • 15

    'હું બાળક નહીં આપી શકું', કિન્નરના કહ્યા બાદ પણ યુવકે કર્યો પ્રેમ અને પછી લગ્ન, હવે કહે છે કે...

    એવું કહેવામાં આવી રહ્યું છે કે, મુઝફ્ફરપુરમાં રહેતી નંદની નામની એક કિન્નર એક સ્ટેજ શોમાં કામ કરે છે અને ત્યાંના એક યુવકને તેની સાથે પ્રેમ થઈ ગયો હતો. બંનેના લગ્ન થઈ ગયા અને હવે 6 મહિના પછી છોકરાએ તેને અપનાવવાની ના પાડી રહ્યો છે.

    MORE
    GALLERIES

  • 25

    'હું બાળક નહીં આપી શકું', કિન્નરના કહ્યા બાદ પણ યુવકે કર્યો પ્રેમ અને પછી લગ્ન, હવે કહે છે કે...

    મુઝફ્ફરપુરના બોચાહાનમાં રહેતા સુંદરમ નામના છોકરાએ મેડિકલ કોલેજ પાસે રહેતી નંદની નામની કિન્નર સાથે લગ્ન કર્યા હતા. તે પછી બંને પતિ-પત્નીની જેમ સાથે રહેવા લાગ્યા હતા. 6 મહિના પછી, છોકરાએ તેની સાથે મારપીટ કરી અને તેને ઘરની બહાર કાઢી મુકી હતી.

    MORE
    GALLERIES

  • 35

    'હું બાળક નહીં આપી શકું', કિન્નરના કહ્યા બાદ પણ યુવકે કર્યો પ્રેમ અને પછી લગ્ન, હવે કહે છે કે...

    હવે તે દર-દર ઠોકર ખાઈ રહી છે. રવિવારે, SKMCHની ઇમરજન્સીમાં સારવાર લીધા પછી, તેણે બોચાહન પોલીસ સ્ટેશનમાં છોકરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

    MORE
    GALLERIES

  • 45

    'હું બાળક નહીં આપી શકું', કિન્નરના કહ્યા બાદ પણ યુવકે કર્યો પ્રેમ અને પછી લગ્ન, હવે કહે છે કે...

    પીડિતા કિન્નર નંદાનીએ પોલીસને જણાવ્યું કે, તે સ્ટેજ શોમાં પ્રોગ્રામ કરે છે. આરોપી સ્ટેજ શોમાં નાળ વગાડે છે. શો દરમિયાન બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. આ બાદ છોકરાએ લગ્ન કરવાની જીદ કરી હતી. મંદિરમાં લગ્ન કર્યા બાદ બંનેએ રામપુર જયપાલ ગામમાં છોકરાના માતા-પિતા સાથે રહેવાનું શરૂ કર્યું હતું.

    MORE
    GALLERIES

  • 55

    'હું બાળક નહીં આપી શકું', કિન્નરના કહ્યા બાદ પણ યુવકે કર્યો પ્રેમ અને પછી લગ્ન, હવે કહે છે કે...

    એક અઠવાડિયા પહેલા અચાનક તેણે તેને નિર્દયતાથી માર માર્યો અને ઘરમાંથી કાંઢી મુકી હતી, હવે તે બીજી છોકરી સાથે લગ્ન કરવા માંગે છે. મામલો સામે આવ્યા બાદ આ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ સાથે પોલીસ પણ આગાળની કાર્યવાહી કરવા તૈયારી કરી રહી છે.

    MORE
    GALLERIES