ફોબિયા એટલે ડર અને આ ડર કોઈપણ વસ્તુને કારણે હોઈ શકે છે. તમે એક જાહેરખબર જોઈ હશે જેમાં કલાકાર કહે છે - ડર સબકો લગતા હે...! એ વાત સાચી છે કે દરેક વ્યક્તિ ડરતો હોય છે પરંતુ કેટલાક વધુ ડરતા હોય છે અને કેટલાક ઓછા. કેટલાક પ્રાણીઓથી ડરતા હશે અને કેટલાકને અંધારાથી ડર લાગશે. પરંતુ આજે અમે તમને આવા જ 6 વિચિત્ર ફોબિયા વિશે જણાવીશું જે સામાન્ય લોકોના ડરથી બિલકુલ અલગ છે અને તમને તેમના વિશે જાણીને નવાઈ લાગશે, કે કોઈ વ્યક્તિ આ વસ્તુઓથી કેવી રીતે ડરી શકે છે?