ભારતમાં આવા ઘણા રેલવે સ્ટેશન છે, જેની સુંદરતા સામે પર્યટન સ્થળો પણ ફિક્કા લાગે છે. આ રેલવે સ્ટેશનોમાં તમે શિમલા રેલવે સ્ટેશન, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને લખનૌના ચાર બાગ રેલવે સ્ટેશનના નામ તો સાંભળ્યા જ હશે. પરંતુ, આજે અમે તમને આ સિવાયના કેટલાક ખૂબ જ સુંદર સ્ટેશનો વિશે જણાવીશું, જેના વિશે તમે ભાગ્યે જ સાંભળ્યું હશે.