ચમત્કાર! આ ઐતિહાસિક મંદિરમાં આવેલા આંબાના ઝાડમાંથી ધૂમાડો નીકળવાનો દાવો, લોકોના ટોળાં ઉમટ્યા
મંદિરના પૂજારીનું કહેવું છે કે આ એક ઐતિહાસિક મંદિર છે. અહીં છાસવારે કોઈના કોઈ ચમત્કાર થતા રહે છે. એક આંબાના ઝાડમાંથી એની જાતે જ ધૂમાડો નીકળી રહ્યો છે. ભક્તો પણ આને ભગવાનનો ચમત્કાર માની રહ્યા છે.


પઠાનકોટના (Pathankot) હલ્કા ભોયાના ગામ કટાર ચકના ચટપટ બની મંદિરમાં (chatapat bani temple) એક ચમત્કારી ઘટના બની છે. અહીં ગુરુવારે ભક્તોની ભીડ ઉમટી હતી. ચટપટ બની મંદિર એક ઐતિહાસિક મંદિર (Historic temple) છે. અહીં લોકો દૂર દૂરથી માનતા માંગવા માટે આવે છે. માનવામાં આવે છે કે અહીં હજારો વર્ષોથી એક નાથ તપસ્યા કરી રહ્યા હતા. ત્યારે એક ખેડૂતે તેમના ઉપર હળ ચલાવી દીધો હતો. અને તેમને જમીનની અંદર દબાવી દીધા હતા.


માનવામાં આવે છે કે જ્યારે ખેડૂદ બીજા દિવસ અહીં આવ્યો ત્યારે રાતોરાત એક ઘાઢ જંગલ તૈયાર થયું હતું. જગ્યાએ જગ્યાએ પાણીના કુંડા બન્યા હતા. ત્યારબાદ જ્યારે આસપાસના ગામના લોકોને આ અંગે જાણવા મળ્યું ત્યારે ચમત્કાર જોવા માટે પહોંચ્યા હતા. ત્યારબાદ લોકો અહીં માનતા માગવા લાગ્યા હતા. અને લોકોની માનતાઓ પુરી પણ થવા લાગી હતી. ત્યારબાદ અહીં એક ભવ્ય મંદિરનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું. લોકો દૂર દૂરથી માથું ટેકવા માટે આવતા હતા.


જાણકારી પ્રમાણે એક ઐતિહાસિક જંગલમાં ભગવાન શિવનું મંદિર હતું. આ જંગલના ઝાડ પંજાબ અને હિમાચલના જંગલોમાં ભાગ્યે જ જોવા મળે છે. આ જંગલમાં કોઈપણ ઝાડના લાકડાનો ઘરેલુ ઉપયોગ કરવા માટે કાપવું અશુભ માનવામાં આવે છે. અહીં શિવરાત્રી ઉપર એક ભવ્ય મેળો ભરાય છે. લોકોનું કહેવું છે કે આજથી 1600-1700 વર્ષ પહેલા જાતે તૈયાર થયેલું જંગલ કુદરતનો કરિશ્મા જોવા મળી રહ્યો છે. અહીં ફરીથી એકવાર ચમત્કાર જોવા મળ્યો છે.


જંગલમાં એક આંબાના ઝાડમાંથી એની જાતે જ ધૂમાડો નીકળી રહ્યો છે. ભક્તો પણ આને ભગવાનનો ચમત્કાર માની રહ્યા છે. ભક્તોએ કહ્યું કે ઝાડમાંથી ધૂમાડો નીકળવાનો ચમત્કાર છેલ્લા કેટલાય દિવસોથી સતત થઈ રહ્યો છે. એક વ્યક્તિનું કહેવું છેકે કેટલાક દિવસ પહેલા આંબાના ઝાડ ઉપર કેરી તોડવા માટે ઝડ્યા હતા. ત્યારથી ચમત્કાર જોવા મળ્યા છે. તેણે આ અંગે મંદિરના નાથને જણાવ્યું હતું.


મંદિરના નાથે પણ કુદરતના કરિશ્મા અને ભગવાનનો ચમત્કાર ગણાવ્યો હતો. મંદિરના પૂજારીનું કહેવું છે કે આ એક ઐતિહાસિક મંદિર છે. અહીં છાસવારે કોઈના કોઈ ચમત્કાર થતા રહે છે. તેમનું કહેવું છે કે આ જંગલની ખાસ વાત છે. કે જંગલનું લોકડું કોઈપણ પોતાના ઘરે લઈ જઈ શકતું નથી.


માનવામાં આવે છે કે જો કોઈ આવું કરે છે તો તેને ભારે નુકસાન પહોંચે છે. જંગલના લાકડાને માત્રે મંદિરમાં સળગાવવામાં આવે છે જેની વિભૂતી બને છે. અને ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવે છે. આ સંબધે પઠાણકોટ ડીએફઓ સંજીવ તિવારીએ કહ્યું કે, આ એક જૂનું જંગલ છે જેમાં અનેક પ્રકારના ઝાડ હાજર છે.