ઓમાન નજીક મળી આવેલ આ ખાડો 30 મીટર પહોળો અને 100-250 મીટર ઊંડો છે. યમનના અધિકારીઓ લાંબા સમય સુધી આશ્ચર્ય કરતા રહ્યા કે, આ વિશાળ ખાડાના તળિયે શું છે. ઓમાન કેવ એક્સપ્લોરેશન ટીમ (OCET) આ ખાડામાં ઉતરી અને અહીં મોટી સંખ્યામાં સાપ જોવા મળ્યા. આ સિવાય કેટલાક મૃત પ્રાણીઓ અને ગુફા મોતી પણ મળી આવ્યા હતા.
માહરાના ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ અને ખનિજ સંસાધન પ્રાધિકરણના મહાનિર્દેશક સલાહ બાભૈરે અગાઉ જણાવ્યું હતું કે, ખાડો ખૂબ ઊંડો છે અને તેના તળિયે ખૂબ જ ઓછો ઓક્સિજન અને વેન્ટિલેશન છે. સલાહે કહ્યું કે, અમે 50 મીટર નીચે ગયા છે. કંઈક અજુગતું અહીં જોવા મળ્યું ન હતું અને એક અજી ગંધ પણ હતી. પ્રકાશ આ ખાડામાં ઊંડે પ્રવેશતો નથી.