

બ્રિટનની એક કંપની સ્પાસીકર્સે ક્રિસમસ પર પોતાના ગ્રાહકો માટે સરપ્રાઇઝ પ્લાન બનાવ્યો છે. કંપનીએ દારૂથી ભરેલ દુનિયાનું પ્રથમ બાથટબ બનાવ્યું છે. અહીં 37 ડિગ્રી સુધી શરાબને ગરમ કરવામાં આવશે. કંપનીનું કહેવું છે કે દારૂથી ભરેલા આ બાથટબમાં થોડાક સમય રહેવાથી બીમારીઓ પણ ઠીક થઈ જાય છે. (તસવીર સાભાર - સ્પાસીકર્સ)


બાથટબમાં 750થી 1000 લીટર સુધી વાઇન નાખવામાં આવે છે અને તેને 37 ડિગ્રી સુધી ગરમ કરવામાં આવે છે. કંપનીના મતે ક્રિસમસના પ્રસંગે લોકોને અલગ અનુભવ આપવા માટે આમ કરવામાં આવી રહ્યું છે.(તસવીર સાભાર - સ્પાસીકર્સ)


દાવો કરવામાં આવી રહ્યો છે કે વાઇનમાં સ્નાન કરવાથી શરીરના છીદ્રો ખુલી જશે જેમાં ટોક્સિન શરીરમાંથી નીકળવા લાગશે અને ગરમ વાઇનથી શરીરમાં ટેનિનની માત્રા વધશે. ટેનિન એક પ્રકારનો એન્ટી બેક્ટરીયા પદાર્થ હોય છે જે વાયરસ અને ફંગસથી લડે છે. આ દિલને પણ મજબૂત કરે છે .(તસવીર સાભાર - સ્પાસીકર્સ)


કંપનીએ કહ્યું છે કે વાઇન બાથટબ એન્ટી વેક્ટીરિયલ છે, સાથે એન્ટી ઓક્સીડાઇજિંગ, સ્ટ્રેસ રિડ્યુસિંગ, સ્કિન સોફ્ટનિંગ અને એન્ટી ઇંફ્લેમેટરી ગુણોમાં પણ યોગદાન આપે છે. આ તમને બિલકુલ તેવો અનુભવ આપશે જેવો તમને વાઇન પીતા સમયે થાય છે. આ સ્પા સાથે 45 મિનિટની મસાજ પણ મળશે. (તસવીર સાભાર - સ્પાસીકર્સ)


જે પણ ગેસ્ટ ફેસ્ટિવ સ્પા પેકેજને બુક કરશે તેને કોમ્પ્લીમેન્ટ્રી વાઇન પણ આપવામાં આવશે. આ સ્પા સર્વિસની શરૂઆત 60 યૂરો એટલે કે 5300 રૂપિયા હશે. (તસવીર સાભાર - સ્પાસીકર્સ)