અમે વાત કરી રહ્યા છીએ શાંગરી લા ઘાટીની. આ તિબ્બત છે અને અરૂણાચલની સીમા પર છે. તંત્ર મંત્રના કેટલાએ પ્રખ્યાત સાધકોએ પોતાના પુસ્તકમાં આની વાત કરી છે. જેમાં સૌથી પ્રમુખ છે પદ્મ વિભૂષણ અને સાહિત્ય અકાદમીનો એવોર્ડ મેળવનાર ગવર્મેન્ટ સંસ્કૃત કોલેજના પ્રાચાર્ય રહેલા ડો. ગોપીનાથ કવિરાજ. તેમણે પોતાના પુસ્તકમાં આ જગ્યાની વાત કરી છે. તિબ્બતી સાધકો પણ આ વિશે કહેતા રહ્યા છે. આ ઘાટીને પણ બરમૂડા ટ્રાએંગલની જેમ દુનિયાની સૌથી રહસ્યમય જગ્યા માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે, ભૂ-હીનતાનો પ્રભાવ રહે છે. એવું પણ કહેવામાં આવે છે કે, આ ઘાટીનો સીધો સંબંધ બીજા લોક સાથે છે. (તમામ તસવીરો - પ્રતિકાત્મક તસવીર)
જાણીતા તંત્ર મંત્ર સાહિત્ય લેખક અને વિદ્વાન અરૂણ કુમાર શર્માએ પણ પોતાના પુસ્તકમાં તિબ્બતની આ રહસ્યમય ઘાટી વિશે વિસ્તારથી જણાવ્યું છે. આ દુનિયામાં કેટલીક એવી જગ્યાઓ છે, જે ભૂ-હીનતા અને વાયુ-શૂન્યતા વાળી છે, આ જગ્યાઓ વાયુમંડળના ચોથી આયામથી પ્રભાવિત છે. માનવામાં આવે છે કે, આ જગ્યા પર જઈને કોઈ પમ વસ્તુ કે વ્યક્તિનું અસ્તિત્વ દુનિયામાંથી ગાયબ થઈ જાય છે. માનવામાં આવે છે કે, આ જગ્યા દેશ અને કાળથી પરે હોય છે.
સંગ્રીલા ઘાટીને બરમૂડા ટ્રાંએગલની જેવી બતાવવામાં આવી છે. બરમૂડા ટ્રાંએગલ એવી જગ્યા છે, જ્યાંથી નીકળનારા પાણીના જહાજ અને હવાઈ જહાજ પણ ગાયબ થઈ જાય છે. આ સ્થાન પણ ભૂ-હીનતાના ક્ષેત્રમાં આવે છે. કહેવામાં આવે છે કે, ચીનની સેનાએ કેટલીએ વખત આ જગ્યાને તપાસવાની કોશિસ કરી પરંતુ કઈં ન મળ્યું. તિબ્બતી વિદ્વાન યુત્સુંગ અનુસાર, આ ઘાટીનો સંબંધ અંતરિક્ષના કોઈ લોક સાથે પણ છે.
સંગ્રીલા ઘાટીને સિદ્ધાશ્રમ પણ કહેવામાં આવે છે. સિદ્ધાશ્રમનું વર્ણન મહાભારત, વાલ્મિકી રામાયણ અને વેદોમાં પણ છે. સિદ્ધાશ્રમની વાત કાલ વિજ્ઞાન પુસ્તક, અંગ્રેજ લેખક "James hilton"એ પણ પોતાના પુસ્તક "lost Horizon"માં પણ કરવામાં આવ્યું છે. આ ઘાટી પર અરૂણ કુમાર શર્માએ તિબ્બતની તે રહસ્યમય ઘાટી નામનું પુસ્તક પણ લખ્યું છે. જેમાં તેમણે મહામહોપાધ્યાય ડો. ગોપીનાથ કવિરાજની વાત પણ કરી છે.
જેમ્સ હિલ્ટને પોતાના પુસ્તક લાસ્ટ હેરાઈજનમાં આ રહસ્યમય ઘાટી વિશે કહ્યું છે કે, અહીં લોકો સેકડો વર્ષો સુધી જીવીત રહે છે. તેમનું પુસ્તક વાંચી કેટલાએ દેશી-વિદેશી શોધકર્તાઓએ સંગ્રીલા ઘાટીની તપાસ હાથ ધરી, પરંતુ સપળ ન થયા. કેટલાક તો હંમેશા માટે ગાયબ જ થઈ ગયા. માનવામાં આવે છે કે, ચીનની સેના એક લામાનો પીછો કરતા કરતા આ ઘાટી સુધી આવી, પરંતુ સંગ્રીલા વિશે જાણી ન શકી.