Home » photogallery » eye-catcher » લાશ સાથે નાચ-ગાન, મોત થતાં આંગળી કાપવી.. આ છે દુનિયાના 10 વિચિત્ર રિવાજ

લાશ સાથે નાચ-ગાન, મોત થતાં આંગળી કાપવી.. આ છે દુનિયાના 10 વિચિત્ર રિવાજ

Weirdest Rituals Around The World: દુનિયા વિચિત્ર રીત-રિવાજો અને પરંપરાઓથી ભરેલી છે. આજે પણ આ આધુનિક વિશ્વમાં એવા લોકો છે જેઓ તેમની જૂની પરંપરાઓમાં જીવી રહ્યા છે. તેમની જીવન જીવવાની રીત અને પરંપરાઓ એટલી ખતરનાક છે કે તેમના વિશે સાંભળીને તમે ચોંકી જશો. ચાલો જાણીએ દુનિયાના આવા જ કેટલાક રિવાજો વિશે, જે જાણીને તમને આશ્ચર્ય થશે. (તમામ તસવીરો-AP)

विज्ञापन

 • 110

  લાશ સાથે નાચ-ગાન, મોત થતાં આંગળી કાપવી.. આ છે દુનિયાના 10 વિચિત્ર રિવાજ

  ઇન્ડોનેશિયાની દાની જનજાતિમાં આંગળી કાપવાની પ્રથા પ્રચલિત છે. કોઇ પરિવારના સભ્યનું મોત થતાં મહિલાઓને પોતાની આંગળીનો આગળનો થોડોક ભાગ કપાવવો પડે છે. જોકે, છેલ્લાક કેટલાક વર્ષોથી આ પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ અહીંના કેટલાક વૃદ્ધ લોકો આજે પણ આ પરંપરાઓમાં માને છે.

  MORE
  GALLERIES

 • 210

  લાશ સાથે નાચ-ગાન, મોત થતાં આંગળી કાપવી.. આ છે દુનિયાના 10 વિચિત્ર રિવાજ

  મહારાષ્ટ્રમાં વરસાદ ના પડે અથવા ઓછો પડે તો ત્યાં એક વિચિત્ર ઉપાય કરાય છે. અહીં વરસાદ માટે ઇન્દ્ર દેવતાને પ્રસન્ન કરવા માટે દેડકાના લગ્ન કરાવી તેને તળાવમાં છોડી મૂકવામાં આવે છે.

  MORE
  GALLERIES

 • 310

  લાશ સાથે નાચ-ગાન, મોત થતાં આંગળી કાપવી.. આ છે દુનિયાના 10 વિચિત્ર રિવાજ

  ચીનમાં પતિ તેની ગર્ભવતી પત્નીને લઇને સળગતા કોલસામાં ઉઘાડા પગે ચાલતા હોય છે. એવું માનવામાં આવે છે કે, તેનાથી ડિલિવરીમાં કોઇ મુશ્કેલી પડતી નથી.

  MORE
  GALLERIES

 • 410

  લાશ સાથે નાચ-ગાન, મોત થતાં આંગળી કાપવી.. આ છે દુનિયાના 10 વિચિત્ર રિવાજ

  દક્ષિણ કેન્યા, ઉત્તરીય તંજાનિયામાં મસાકી નામની જનજાતિના લોકો શુભ પ્રસંગે ગાયનું લોહી પીવે છે. બાળકના જન્મ અને લગ્ન પ્રસંગે એવું ખાસ જોવા મળે છે. અહીં લોકો ગાયને તીર વડે ઘાયલ કરે છે અને પછી તેને ચૂસીને લોહી પીવે છે. આ દરમિયાન ગાયનું મોત થવું જોઇએ નહીં, આ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

  MORE
  GALLERIES

 • 510

  લાશ સાથે નાચ-ગાન, મોત થતાં આંગળી કાપવી.. આ છે દુનિયાના 10 વિચિત્ર રિવાજ

  મલેશિયા અને ઇન્ડોનેશિયામાં તિદોંગ જનજાતિમાં લગ્ન સાથે એક વિચિત્ર પરંપરા જોડાયેલી છે. નવું દંપતિ ત્રણ દિવસ સુધી બાથરુમનો ઉપયોગ કરી શકે નહીં. તેઓ પેશાબ કે શોચ માટે પણ જતાં નથી. સાથે જ નહાવાનું પણ નહીં. એની પાછળની માન્યતા એવી છે કે, આવું કરવાથી વૈવાહિકમાં સુખ શાંતિ જળવાઇ રહે છે.

  MORE
  GALLERIES

 • 610

  લાશ સાથે નાચ-ગાન, મોત થતાં આંગળી કાપવી.. આ છે દુનિયાના 10 વિચિત્ર રિવાજ

  જાપાનમાં પીનિસ ફેસ્ટિવલ ખાસ પ્રચલિત છે. આ ઉત્સવ કાનામારા માત્સુરી નામથી પણ જાણીતું છે. શ્રદ્ધાળુ લિંગના આકારની એક પ્રતિમા લઇને કાવાસારી, જાપાનની ગળીઓમાં પરેડ કાઢે છે. આ તહેવાર દર વર્ષે એપ્રિલના પ્રથમ રવિવારે ઉજવાય છે.

  MORE
  GALLERIES

 • 710

  લાશ સાથે નાચ-ગાન, મોત થતાં આંગળી કાપવી.. આ છે દુનિયાના 10 વિચિત્ર રિવાજ

  તિબેટમાં વ્યક્તિના મૃત્યુ બાદ લાશને ઘસેટીને એક ખાસ પર્વત પર લઇ જવામાં આવે છે અને તેના ટુકડા કરીને પંચતત્વમાં વિલીન થવા માટે મૂકી દેવામાં આવે છે. બૌદ્ધ ધર્મનું પાલન કરનારા અહીંના લોકોના મતે, મૃત્યુ બાદ વ્યક્તિનું શરીર કોઇ કામનું રહેતું નથી. આથી તેને પ્રાણીઓનું ભોજન બનાવી દયાનું ધર્મ પાળી શકાય.

  MORE
  GALLERIES

 • 810

  લાશ સાથે નાચ-ગાન, મોત થતાં આંગળી કાપવી.. આ છે દુનિયાના 10 વિચિત્ર રિવાજ

  કમ્બોડિયામાં યુવતીઓના પીરિયડ્સની શરૂઆત થતાં એટલે કે, 13થી 15 વર્ષની ઉંમરે તેના માટે એક અલગ ઝૂપડી બનાવવામાં આવે છે. .આને લવ હટ કહેવાય છે. પરિવારજનો યુવતીને પોતાનો પતિ પસંદ કરવા, યુવકો સાથે સંબંધ બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. જ્યાં સુધી પસંદગીનો યુવક ન મળે ત્યાં સુધી યુવતી કોઇ યુવક સાથે સંબંધ બનાવી શકે છે.

  MORE
  GALLERIES

 • 910

  લાશ સાથે નાચ-ગાન, મોત થતાં આંગળી કાપવી.. આ છે દુનિયાના 10 વિચિત્ર રિવાજ

  આફ્રીકાના ઇથોપિયામાં મુર્સી જનજાતિના લોકોમાં લગ્ન માટે વિચિત્ર નિયમ છે. લગ્ન માટે અહીં લોકો લોહીયાળ લડાઇ લડે છે. આ લડાઇ લાકડીઓ વડે થાય છે. જ્યાં સુધી મોત ના થાય ત્યાં સુધી લડાઇ ચાલે છે. જે યુવક લડાઇમાં વિજયી થાય તેના સૌથી સુંદર યુવતી સાથે લગ્ન થાય છે. આની પાછળની માન્યતા છે કે, આ હકની લડાઇ છે.

  MORE
  GALLERIES

 • 1010

  લાશ સાથે નાચ-ગાન, મોત થતાં આંગળી કાપવી.. આ છે દુનિયાના 10 વિચિત્ર રિવાજ

  મેડગાસ્કરની માલાગાસી જનજાતિમાં ફામાદિહાના નામની પરંપરા જોવા મળે છે. દર સાત વર્ષે તેની ઉજવણી કરવામાં આવે છે. તેઓ પૂર્વજોના શબ કાઢીને તેને નવા કપડાંમાં લપેટે છે અને કબરની ચારેય બાજુ સંગીત સાથે ડાન્સ કરે છે. મનાય છે કે, એવું કરવાથી પૂર્વજો તેમને સુખી-સંપન્ન રહેવાના આશીર્વાદ આપે છે.

  MORE
  GALLERIES