નવી દિલ્હી: મહિનાઓ સુધી ગાયબ રહ્યા બાદ ઉત્તર કોરિયા (North Korea)ના શાસક કિમ જોંગ ઉન (Kim Jong Un) જ્યારે પબ્લિકમાં આવ્યા તો તેનું વજન ઘણો ઓછું થઇ ગયું હતું. ત્યાર બાદથી ઉત્તર કોરિયાઇ મીડિયા જણાવી રહ્યું છે કે જોંગ પોતાને ત્યાં ગરીબીની ચિંતામાં દૂબળા પડી ગયા છે. જણાવી દઇએ કે કોરોનાના કારણે ઉત્તર કોરિયાની અર્થવ્યવસ્થાએ જવાબ આપી દીધો છે. તેનાથી બહાર આવવા માટે ગત દિવસોમાં જોંગે એક બેઠકમાં ઘણી નિર્દેશ આપ્યા હતા. તેમાંથી એક નિર્દેશ ખાતરની કમીને પૂરી કરવા ( North Korea faces fertilizer crisis) માટે વધુમાં વધુ મળ ત્યાગ પણ છે. રેડિયો ફ્રી એશિયાએ તેના પર રિપોર્ટ છાપ્યો હતી, જે અનુસાર ઉત્તર કોરિયાના દરેક સ્વસ્થ વ્યક્તિને રોજ એકલા જ ઓછામાં ઓછા 90 કિલો મળ આપવાનું છે, અને ખેતી માટે તેનું ખાતર તૈયાર કરવાનું છે. આ રીતે એક મહિનામાં એક વ્યક્તિ લગભગ 3 ટન મળ આપશે. જો તે તેનાથી ઓછો મળ આપશે તો તેને સજા તરીકે 300 કિગ્રા ખાતર કે પછી પ્રાણીઓના મળથી બનેલું ખાતર સરકારને ઉપલબ્ધ કરાવવું પડશે.
ફોક્સ ન્યૂઝમાં છપાયેલ રિપોર્ટ અનુસાર કારણ કે કોઇ પણ આટલી વધુ માત્રામાં મળ ત્યાગ તો નથી કરી શકતું, સ્વાભાવિક રીતે તેને તેના બદલામાં પૈસા આપવાના હોય છે. જેનો કોઇ હિસાબ નથી કે શું ખરેખર પૈસાથી ખાતર બનાવવામાં આવ્યું છે. ખુદ લોકો પણ માને છે કે આ ગરીબને વધુ ગરીબ કરવાનો પ્રયાસ છે. પરંતુ કિમના ડરથી કોઇ પણ વિરોધમાં સામે નથી આવી શકતું.
ખાતર બનાવવાનો આ અનોખો વિચાર ઉત્તર કોરિયામાં ખાતરની કમીના કારણે ઉત્પન્ન થયો છે. હકીકતમાં વર્ષ 2010માં દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયાને ખાતર આપવાની મનાઇ કરી દીધી હતી. કારણ કે તેમણે દક્ષિણ કોરિયાના એક નેવી જહાજ પર મિસાઇલ હુમલો કરી તેમાં સવાર 46 લોકોને મારી નાખ્યા હતા. તેના તુરંત બાદ જ દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયા સાથે પોતાના તમામ રાજનૈતિક અને વ્યાપારિક સંબંધો તોડી નાખ્યા હતા.
ઉત્તર કોરિયામાં હાલ ખાદ્યાન્ન સંકટને લઇને ચેતાવણી આપી દેવામાં આવી છે. કિમ જોંગ ઉને સ્વયં દેશમાં આવેલ ખાદ્યાન્ન સંકટ પર વાત કરી હતી. આ વિશે સંયુક્ત રાષ્ટ્રની એજન્સી ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનનું પણ અનુમાન છે કે ત્યાં લગભગ બે મહીના સુધીનું જ રાશન વધ્યું છે. તે જ કારણ છે કે ખાવાની સામાન્ય વસ્તુઓના ભાવ પણ દસ ગણા વધી ગયા છે. સરકારે આશ્વાસન આપ્યું છે કે તેઓ દરેક સંભવ પ્રયાસ કરી રહ્યા છે જેથી લોકોને ભૂખથી મરવાનો વારો ન આવે.