કેરળના ટ્રાન્સજેન્ડર કપલ જિયા અને ઝહાદે સોશિયલ મીડિયા પર તેમની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. કપલે પોતાની ઈન્સ્ટા પોસ્ટ પર કેટલીક તસવીરો પણ શેર કરી છે. કોઝિકોડ મેડિકલ કોલેજના ડોકટરોની એક ટીમનું કહેવું છે કે, જ્યારે બંને લિંગ પરિવર્તનની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે દંપતીને ગર્ભધારણ કરવામાં કોઈ શારીરિક પડકારનો સામનો કરવો પડ્યો ન હતો. (Credit/Instagram/Ziya Paval)
હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઝહાદ ભારતમાં બાળકને જન્મ આપનાર પ્રથમ ટ્રાન્સમેન બનશે. હિંદુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, સર્જરી દરમિયાન ઝહાદના બ્રેસ્ટ કાઢી નાખવામાં આવ્યા હતા. જોકે તેના ગર્ભાશય અને અન્ય કેટલાક અંગો કાઢવામાં આવ્યા ન હતા. જેના કારણે તેઓ હવે ગર્ભ ધારણ કરવામાં સક્ષમ બન્યા છે. (Credit/Instagram/Ziya Paval)