

વાંદરાને પણ આજીવન કેદની સજા થાય? તે પણ ભારત જેવા દેશમાં જ્યાં વાનરને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. પણ આવું જ કંઇક ઉત્તર પ્રદેશમાં થયું છે. અને તેની પાછળ કારણ છે કે આ વાંદરાએ 250 વધુ મહિલાઓને પોતાનો શિકાર બનાવી છે. અનેક મહિલાઓને આ વાનરે બટકા ભર્યા છે. જેના કારણે આ વાનરને આજીવન કેદની સજા મળી છે. મહિલાઓથી દુશ્મનીના કારણે વાનરને આજીવન કેદની સજા મળવાનો કદાચ આ પહેલા કેસ હશે. વાત છે ઉત્તર પ્રદેશના કાનપુરથી આવેલા કાલિયા નામના વાંદરાની. જેને કાનપુર પ્રાણીસંગ્રહાલમાં 3 વર્ષની સજા કાપી ચૂક્યો છે. અને હવે પણ તેનામાં કોઇ બદલાવ ન આવતા તેને છૂટો મૂકવાની વાત નકારી છે.


કાનપુરના પ્રાણીસંગ્રહાલયનું કહેવું છે કે તેની લોકોને બટકા ભરવાની આદત છે. જેના કારણે તેને ત્રણ વર્ષની સજા પણ મળી ચૂકી છે. પણ તે પછી પણ તેની આદતમાં કોઇ સુધારો નથી આવ્યો. જેના કારણે હવે તેને આજીવન કેદની સજા આપવામાં આવી છે. આમ કાલિયા જ્યાં સુધી જીવશે ત્યાં સુધી તેને પીંજરામાં જ રાખવામાં આવશે.(પ્રતિકાત્મક તસવીર)


પ્રશાસનનું કહેવું છે કે જો તેને ફરી ખુલ્લામાં છોડી દેવામાં આવતે તો તે ફરી બહાર નીકળીને લોકોને બટકા ભરવાનું શરૂ કરી લેશે. જો કે આ વિસ્તારની મહિલાઓ આ ખબર વાંચીને ખૂબ જ ખુશ છે. કારણ કે તેને સૌથી વધુ મહિલાઓને પોતાના શિકાર બનાવ્યો છે. (પ્રતિકાત્મક તસવીર)


કાલિયાનો શિકાર બની ચૂકેલી એક મહિલા કહે છે કે જ્યારે તે પ્રાણીસંગ્રહાલયે ગઇ હતી તો ખાવાનું આપતી વખતે વાનરે ફરી તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેનું કહેવું છે કે આ વાનરને આજીવન કેદ મળી છે તો તે હવે કોઇને નુક્શાન નહીં પહોંચાડી શકે. જો કે આ વાનરની ક્રિમિનલ હિસ્ટ્રીની વાત કરીએ તો પણ ખાસી હેરાન કરી દે તેવી છે. યુપીના મિર્ઝાપુરમાં આ કાલિયા નામનો વાનર તાંત્રિક સાખે રહેતો હતો. અને તેને દારૂની પણ આદત હતી. જે તાંત્રિક તેને પીવડાવતો હતો. તાંત્રિકની મોત પછી આ વાનર મહિલાઓ અને નાના બાળકોને પરેશાન કરવા લાગ્યો. અને આ રેકોર્ડ મુજબ તેણે અત્યાર સુધીમાં 250 મહિલાઓને પોતાનો શિકાર બનાવ્યો છે. જેમાં એક બાળકીની હત્યા પણ સામેલ છે. (પ્રતિકાત્મક તસવીર)


જે પછી ડૉક્ટરોએ કુલ બે દિવસની ભારે જહેમત પછી તે વાનરને પકડીને પ્રાણીસંગ્રહાલયમાં પૂર્યો છે. જાણકારી મુજબ આ વાનર પ્રાણસંગ્રહાલયના વન રેન્જરની પુત્રીના ગાલ પર પણ બચકું ભર્યું હતું. ડૉક્ટર્સનું કહેવું છે કે તે ત્રણ વર્ષ કેદમાં રહ્યા પછી પણ મહિલાઓથી એટલી જ નફરત કરે છે. તેની મહિલાઓ સાથેની દુશ્મની પૂરી નથી થઇ, અને આજે પણ તક મળતા તે મહિલા અને નાની બાળકીઓને બટકા ભરી લે છે. જે ખતરનાક છે. (પ્રતિકાત્મક તસવીર)