ઓકિધારા ફોરેસ્ટ નામનું આ જંગલ વિશ્વમાં ‘સ્યુસાઇડ ફોરેસ્ટ’ તરીકે કુખ્યાત છે. તેને ‘આત્મહત્યાનું જંગલ’ એટલા માટે કહેવાય છે કેમકે આ જગ્યાએ અત્યારસુધીમાં અનેક લોકો આત્મહત્યા કરી ચૂક્યા છે. કોઈ હોરર ફિલ્મની વાર્તા જેવા લાગતા આ ફોરેસ્ટમાં અસંખ્ય આત્મહત્યાની ઘટનાઓ સાંભળ્યા અને જોયા બાદ લોકો કહેવા લાગ્યા છે કે આ સ્થળ ભયાનક છે.
અહીં સ્યુસાઈડના કેસ એટલા વધી ગયા છે કે તેને રોકવા માટે પોલિસે જંગલમાં ઠેરઠેર નોટિસ બોર્ડ લગાવ્યા છે. તેમાં લખ્યું છે કે- ‘તમારું જીવન એ તમારા માતાપિતાએ આપેલી અમૂલ્ય ભેટ છે’, ‘કોઇપણ વ્યક્તિ આ જંગલમાં પ્રવેશ કરે એ પહેલાં ચોક્કસપણે પોતાના પરિવાર અને બાળકો વિશે વિચાર કરે’, તથા ‘કૃપયા મરવાનો નિશ્ચય કરતા પહેલાં એક વખત પોલિસનો સંપર્ક કરો’.