11 વર્ષનો બાળક ચીનનો (China) સૌથી નાની ઉંમરનો યોગા ટીચર (Yoga Teacher) છે. જેની મદદથી આ બાળક દર મહિને 16,000 ડોલર(રૂ.10.90 લાખ)ની કમાણી કરે છે. યોગા ટીચિંગની મદદથી (Yoga Teacher) આ બાળક ચીનનો સૌથી નાની ઉંમરનો ધનિક વ્યક્તિ બની ગયો છે. ચીનની રાષ્ટ્રીય મીડિયા પીપલ્સ ડેલીએ થોડા સમય પહેલા એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. આ રિપોર્ટ અનુસાર આ બાળક લોકોને પ્રાચીન ભારતીય યોગાની (Indian Yoga) ટ્રેનિંગ આપે છે. આ સૌથી નાના યોગા ટીચરનું નામ સુન ચુયાંગ (Sun Chuyang) છે અને અંગ્રેજી નામ માઈક છે. ચીનમાં તે ખૂબ જ પ્રચલિત છે. સુન ચીનના પૂર્વ પ્રાંત ઝેજિયાંગનો રહેવાસી છે. તે માત્ર ચીનનો નહીં, પરંતુ દુનિયાનો સૌથી નાની ઉંમરનો સર્ટિફાઈડ યોગા ટીચર છે.
સુનની માતાએ ચીનની રાષ્ટ્રીય દૈનિક “ચાઈના ડેલી”ને જણાવ્યું કે તેમના પુત્રએ બે વર્ષની ઉંમરે યોગ શીખવાનું શરૂ કર્યું હતું. સુન ઓટિઝમ બીમારીનો શિકાર છે, તે ખબર પડતા તેને યોગ શીખવાનું શરૂ કર્યું. જ્યારે સુનને ડે કેયર સેન્ટર પર લઈ જવામાં આવ્યો, ત્યારે આ બીમારીની જાણ થઈ હતી. આ બીમારીથી બચવા માટે સુનની માતા સુનને યોગા સેન્ટર પર લઈ ગઈ. સુને માત્ર એક વર્ષમાં ખૂબ જ સારી રીતે યોગ કરવાનું શરૂ કર્યું. બે વર્ષ બાદ તેણે ઓટિઝમ બીમારીને હરાવી દીધી.
રિસર્ચર્સ અનુસાર કેટલાક નિશ્ચિત યોગ પોશ્ચરથી બાળકોમાં ઓટીઝમ બીમારીને દૂર કરી શકાય છે. યોગથી બાળકોનો માનસિક અને શારીરિક વિકાસ થાય છે. ચાઈના રેડિયો ઇન્ટરનેશનલ પર સુન વિશેના રિપોર્ટનું પ્રસારણ કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જિંદગીની ગાડીને પાટા પર લાવવા માટે સુનની માતાએ પણ પેરેંટલ યોગા ટ્રેનિંગ કોર્સ કર્યો. સુનની માતાએ જોયું કે સુનને ભગવાન તરફથી યોગ કરવા માટેની ભેટ મળી છે.
2000ના દાયકાથી યોગમાં સતત લોકપ્રિય થઈ રહ્યો છે. ચીનના લોકો ફિટનેસને ધ્યાનમાં રાખીને યોગને ખૂબ જ પસંદ કરે છે. ગયા વર્ષે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રિસર્ચ પેપર યોગા બ્લૂ બુક ચાઈના યોગા ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ અનુસાર ચીનમાં 10,800 રજિસ્ટર્ડ યોગા કેન્દ્ર છે, જ્યાં લાખો લોકો યોગ શીખી રહ્યા છે. યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે યોગા ડે ના રૂપમાં માન્યતા આપવાની વાત કરવામાં આવી હતી, ત્યારે સંયુક્ત રાષ્ટ્રમાં ચીને ભારતનું સમર્થન કર્યું હતું. આ વર્ષે હજારો લોકોએ આંતરરાષ્ટ્રીય દિવસ પર યોગા કર્યા હતા.