કોપ્પલઃ કર્ણાટક (Karnataka)માં એક ઉદ્યોગપતિએ નવા ઘરના પ્રવેશ સમયે દિવંગત પત્નીનો ખોટ ન અનુભવાય તેના માટે તેમણે પત્નીની મૂર્તિ બનાવી લીધી. ગૃહ પ્રવેશના દિવસે પત્નીનું સ્ટેચ્યૂ બનાવીને ઘરમાં રાખ્યું. ઉદ્યોગપતિ શ્રીનિવાસ મૂર્તિ (Shrinivas Murthy)એ પોતાની પત્ની માધવીનું સિલિકોન વેક્સનું સ્ટેચ્યૂ (Silicon Wax Statue)ની સાથે કોપ્પલમાં પોતાના નવા ઘરમાં પ્રવેશ કર્યો. માધવીનું જુલાઈ 2017માં એક કાર દુર્ઘટનામાં મોત થઈ ગયું હતું. સ્ટેચ્યૂ બનાવવામાં આર્કિટેક્ટ રંગાનાન્વરની મદદથી માધવીના સપનાનું ઘરની અંદર તેમનું સ્ટેચ્યૂ રાખવામાં આવ્યું છે. (તસવીરઃ ANI)
સોનેરી ગુલાબી સાડી પહેરી, એક મધ્યમ ઉંમરની મહિલા એક સફેદ સોફા પર બેઠેલી છે. તેમના પતિ બાજુમાં બેઠા છે અને તેમના ખભા પર હાથ મૂક્યો છે. નજીકથી જોતાં ખ્યાલ આવે છે કે આ કોઈ જીવિત મહિલા નથી પરંતુ સ્ટેચ્યૂ છે. કોપ્પલ નિવાસી 57 વર્ષીય શ્રીનિવાસ મૂર્તિએ પોતાના ઘરમાં પત્નીનું એક સિલિકોન સ્ટેચ્યૂ સ્થાપિત કર્યું છે. (તસવીરઃ ANI)
The News Minuteના રિપોર્ટ મુજબ, શ્રીનિવાસ મૂર્તિએ કહ્યું કે, હું મારી પત્નીની યાદમાં કંઈક ખાસ કરવા માંગતો હતો. એક કાર દુર્ઘટનામાં ત્રણ વર્ષ પહેલા તેમનું મૃત્યુ થયું હતું. ત્રણ વર્ષ પહેલા એમવીકે માધવી પોતાની બે દીકરીઓની સાથે તિરુપતિની યાત્રા કરી રહી હતી. ડ્રાઇવરે ટ્રકથી બચવાનો પ્રયાસ કર્યો, પરંતુ અકસ્માત થઈ ગયો અને ટ્રકનો પાછળનો હિસ્સો કારમાં ઘૂસી ગયો. તેની અસરથી માધવીનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. (તસવીરઃ ANI)
આ દુર્ઘટનામાં તેમની દીકરીઓને સામાન્ય ઈજાઓ થઇ હતી અને શારીરિક રીતે ઠીક થઈ ગઈ. પરંતુ માધવીના મોતથી પરિવાર તૂટી ગયો. પોતાની પત્નીના સપના વિશે જણાવતાં શ્રીનિવાસને કહ્યું કે, તેઓએ બે વર્ષ પહેલા તેમની યાદમાં એક ઘર બનાવવાનો નિર્ણય લીધો. તેઓએ 25થી વધુ આર્કિટેક્ટસ સાથે સંપર્ક કર્યો, પરંતુ તેમને કોઈ પાસેથી મદદ ન મળી. (તસવીરઃ ANI)
મકાનનું નિર્માણ જુલાઈમાં પૂરું થયું. 8 ઓગસ્ટે શ્રીનિવાસે મિત્રો અને સગા-સંબંધીઓને ગૃહ પ્રવેશ માટે બોલાવ્યા. મૂર્તિએ કહ્યું કે, દરેક વ્યક્તિ સ્ટેચ્યૂ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. કેટલીક ક્ષણો માટે તેમને લાગ્યું કે તે મારી પત્ની છે. મારી પત્નીનું સપનું હતું કે એક બંગલો બનાવવામાં આવે. હજે તે તેને જોવા માટે હયાત નથી પરંતુ તેનું સ્ટેચ્યૂ અમને અહેસાસ કરાવતું રહેશે કે તેણે બધું જોયું છે. (તસવીરઃ ANI)