

ગયા (બિહાર) : તમે અનેક લગ્નો (Marriages)માં દુલ્હન (Bride) લગ્નમાં કે મંડપમાં જયમાળા માટે પગપાળા કે પાલખીમાં જતી જોઈ હશે, પરંતુ બિહારના ગયામાં એક દુલ્હન બુલેટ (Bullet) પર સવાર થઈને વરરાજા (Groom)ની પાસે જયમાલા પહેરાવા પહોંચી અને દુલ્હાને વરમાળા પહેરાવી.


મૂળે, 3 માર્ચે બોધગયાના ટેકુના ફાર્મથી રામપુરા પોલીસ સ્ટેશનના ચિરૈયાટાંડ માટે જાન રવાના થઈ હતી. વરરાજા બગી પર સવાર થઈને માંડવે આવ્યો હતો. જયમાલાની તૈયારી થવા લાગી. વરરાજા જયમાલા માટે પહોંચી ગયો અને દુલ્હનની આવવાની રાહ જોવા લાગ્યો.


એટલામાં જ બુલેટ પર સવાર દુલ્હનની ધમાકેદાર એન્ટ્રી થાય છે. સજી-ધજીને દુલ્હન બુલેટ ચલાવતી સ્ટેજ પર પહોંચી અને વરરાજાના ગળમાં વરમાળા પહેરાવી દીધી. બુલેટ ચલાવીને આવી રહેલી દુલ્હનને જોઈ જાનૈયાઓ અને વરરાજા ચોંકી ગયા.


સૌથી ખાસ વાત એ છે કે બુલેટ પર આવનારી દુલ્હન તમામ શણગાર સજ્યા હતા. આંખો પર ગોગલ્સ પહીરીને દુલ્હન સ્ટેજ પર પહોંચી અને ત્યારબાદ તેણે વરરાજાને વરમાળા પહેરાવી.


નોંધનીય છે કે, રામપુરના ચિરૈયાટાંડ નિવાસી રાજેશ કુમારની નાની દીકરી નિક્કી રાજના લગ્ન બોધગયાના ટેકુના ફાર્મના રહેવાસી સુદર્શન કુમારના દીકરા નીતીશ કુમારની સાથે લગ્ન લેવાયા હતાં.