સિક્કિમની દીકરી (Sikkim girl Eksha Hang Subba) ઇક્ષા હેંગ સુબ્બા (Eksha Hang Subba), ઉર્ફ ઇક્ષા કેરુંગ (Iksha Kerung) એ વાતની સાબિતી છે કે મહિલા ધારે તો વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવી શકે છે અને તેમના માટે કંઈ જ અશક્ય નથી. જી હા, ઇક્ષા કેરુંગ એક પોલીસ અધિકારી હોવા ઉપરાંત નેશનલ લેવલ બોક્સર, બાઈક રાઈડર અને સુપરમોડેલ છે. તેણે તાજેતરમાં ટીવી રિયલિટી શો ‘MTv સુપર મોડેલ ઓફ ધ યર સીઝન 2’ના ટોપ-9 સ્પર્ધકોમાં જગ્યા બનાવી છે.