ઓસ્ટ્રેલિયામાં (Australia)રહેનારી જોડીયા બહેનો એના અને લૂસી (Ana-Luci)ઘણા સમયથી ચર્ચા છે. આ બંને આઈડિંટિકલ ટ્વિન્સ (Identical Twins) છે. એટલે કે બંને બહેનો એક જેવી દેખાય છે. બંનેના એક જેવા લૂક સહિત ખાસ વાત એ છે કે બંનેને એક જ વ્યક્તિ સાથે પ્રેમ થયો અને બંને તેની સાથે જ રહે છે. બેન નામના પાર્ટનરને બંને બહેનો પ્રેમ કરે છે. હવે આ બહેનોએ તેની સાથે સગાઇ પણ કરી લીધી છે. વર્ષો સુધી એક સાથે રહ્યા પછી હવે સગાઇ કરી છે. તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.