શુક્રવારે સવારે માઈકલ હેરિંગ કોવ બીચ પર ગયો હતો. તેણે જણાવ્યું કે, તે દિવસે તે સમુદ્રમાં તરતા સમયે 35 ફૂટ ઊંડે જતો રહ્યો હતો. આ દરમિયાન તે વ્હેલ માછલીનાં સકંજામાં આવી ગયો હતો. અચાનક તેને એક આંચકો લાગ્યો. ત્યારબાદ તેની આંખોની સામે અંધારું છવાઈ ગયું. તે હલી પણ નહોતો શકતો, આ સમયે શું કરવું તે સમજાતું ન હતું.
માઈકલે જણાવ્યું કે, પહેલા તો તેને લાગ્યું કે, શાર્કે તેના પર હુમલો કર્યો છે. પણ બાદમાં તેને લાગ્યું કે તે શાર્કના મોંમાં નથી કેમ કે તેના શરીરમાં કોઈ દાંત નહોંતા અને માઇકલને તેનાંથી કોઈપણ જાતની ઈજા પણ નહોતી થઈ. તેને ખબર હતી કે તે બહાર નહીં નીકળી શકે. ત્યારે તેને પોતાની પત્ની અને 12-14 વર્ષના બાળકો વિશે વિચાર્યું. બાદમાં હિંમત હાર્યા વગર વ્હેલના મોંમાંથી બહાર આવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.