નવી દિલ્હી. આપણી ધરતી બ્રહ્માંડનો એ સુંદર ગ્રહ છે જે જીવન માટે સૌથી અનુકૂળ પરિસ્થિતિઓ પ્રદાન કરે છે. જોકે જળવાયુ પરિવર્તન (Climate Change) અને અંતરિક્ષમાં થતી ગતિવિધિઓના કારણે ધરતી પર ખતરો (Earth is in Danger) હંમેશા ઊભો થતો રહેતો હોય છે. ફરી એક વાર 250 મીટરનો વિશાળ ઉલ્કાપિંડ (Big Asteroid is expected to collide with the Earth) ધરતી માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. 14,000 મીટર પ્રતિ કલાકની ઝડપે આ Asteroid ધરતી તરફ ધસી રહ્યો છે. (Photo Credit- Getty Images)
ખૂબ જ ઝડપથી પૃથ્વી તરફ આવી રહ્યો છે Asteroid- મે મહિનામાં પણ લગભગ આટલા જ આકારનો એક વિશાળ ઉલ્કાપિંડ 2020 DM4 ધરતીની ખૂબ નજીકથી પસાર થયો હતો. જોકે, ત્યારે કોઈ નુકસાન નહોતું થયું. ફરી એકવાર 2021 GM4 નામનો આ ઉલ્કાપિંડ વૈજ્ઞાનિકોની ચિંતાનો વિષય બની ગયો છે. 6.29 કિલોમીટર પ્રતિ સેકન્ડની સ્પીડે ઉલ્કાપિંડ ધરતી તરફ આવી રહ્યો છે. વૈજ્ઞાનિકો મુજબ, આ ઉલ્કાપિંડ 1 જુલાઈએ રાત્રે લગભગ 11:53 વાગ્યે ધરતીની કક્ષા સાથે ટકરાશે. નાસાએ ઉલ્કાપિંડને Apolloની કેટેગરીમાં મૂક્યો છે, કારણ કે તે વર્ષ 1862ના ઉલ્કાપિંડ Apollo જેવો જ છે. (પ્રતીકાત્મક તસવીર)
5 ઉલ્કાપિંડોથી તબાહીના સંકેત- મે 2020માં 2020 DM4 નામના ઉલ્કાપિંડે પણ ધરતીની કક્ષામાં પ્રવેશ કર્યો હતો. ધરતીને પાંચ મોટા ઉલ્કાપિંડોના ટકરાવવાનો ખતરો છે, જેમાંથી આ ત્રીજો વિશાળકાય ઉલ્કાપિંડ છે. તેનો આકાર એટલો મોટો છે કે તમે તેની તુલના લંડન આઇ કે પછી બુર્જ ખલીફા ટાવર સાથે પણ કરી શકો છો. હાલ અંતરિક્ષ વિજ્ઞાની લગભગ 2000 ઉલ્કાપિંડોનું અધ્યયન કરી રહ્યા છે, જે ધરતી માટે ખતરારૂપ હોઈ શકે છે. (પ્રતીકાત્મક તસવીર)
આમ તો, ધરતીની નજીકથી પસાર થનારા ઉલ્કાપિંડોની સંખ્યા અનેકગણી છે. આવી ઘટનાઓ સમયાંતરે બનતી રહેતી હોય છે. ખતરો ત્યારે ઊભો થાય છે જ્યારે ખડક જેવા ઉલ્કાપિંફડ ઘણા વિશાળ હોય. એવામાં તે જો ધરતી સાથે ટકરાય તો તેનાથી વેરાતો વિનાશ ખૂબ ભયંકર હોઈ શકે છે. NASA આ ગતિવિધિઓ પર સતત નજર રાખે છે. છેલ્લા 100 વર્ષમાં લગભગ 22 Asteroids ધરતી માટે ખતરનાક માનવામાં આવી ચૂક્યા છે. (પ્રતીકાત્મક તસવીર)