

એપ્પલના સહ-સંસ્થાપક સ્ટીવ જોબ્સની દીકરી ઈવ જોબ્સથી લઈ માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સ સહિત બહુ બધા અબજપતિઓના બાળકોની લાઈફ સ્ટાઈલથી તેમના ખર્ચનો અંદાજ લગાવી શકાય છે. તેમના બાળકોના અભ્યાસની જગ્યાથી લઈ તેમના હરવા-ફરવા, ટ્રાવેલ ડેસ્ટિનેશન, એક્સેસરિઝ જેવી - ડ્રેસ, ચપ્પલ, ઘડીયાળ, બેગ્સથી તેમના ખર્ચનો અંદાજ લગાવી શકાય છે.


મોટાભાગના અબજપતિના બાળકો ઘોડેસવારી, પાર્ટી, ટ્રાવેલ, yachting પર પૈસા ખર્ચ કરે છે. ખર્ચનો અંદાજ અબજપતિઓના બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પણ લગાવી શકાય છે. તસવીરોમાં જોઈએ કયા અબજપતિના બાળક કેટલી રકમ ખર્ચ કરે છે.


જેનિફર ગેટ્સ હાલમાં જ સ્ટેનફોર્ડ યૂનિવર્સિટીથી ગ્રેજ્યુએટ થઈ છે. અહીં 2018-19 બેચ માટે અંડરગ્રેજ્યુએટ ટ્યૂશન ફી યૂએસ ડોલર 50,700 હતી. ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દેખાડે છે કે, તે ઈટલીની લેક કોમોથી લઈ બાર્સિલોના અને ઓસ્ટ્રેલિયામાં ખુબ ફરી છે. તે પોતાની ટ્રિપ્સ દરમ્યાન yachtની મજા પણ લેતી રહે છે.


ઈવ જોબ્સને ઘોડેસવારીનો શોખ છે. પિતાએ તેના પેશનને સાથ આપવા માટે બેટીને યૂએસ ડોલર 37 મિલિયનની પ્રોપર્ટી વિલિંગ્ટન, ફ્લોરિડામાં ખરીદીને આપી છે. તેની માં લોરેન પોલ જોબ્સે તેના માટે વોશિંગ્ટનમાં જ યૂએસ ડોલર 15 મિલિયનનું પશુ-ફાર્મ ખરીદ્યું છે. આ વર્ષે ઓગષ્ટમાં તે Lollapalooza એન્યુઅલ મ્યૂઝિક ફેસ્ટિવલમાં પણ ગઈ હતી. જેના ચાર દિવસના પાસની કિંમત યૂએસ ડોલર 400થી વધારે હતી.


સવારીનો શોખ જોરજિના બ્લૂમબર્ગની દીકરી મેશેલ બ્લૂમબર્ગને પણ છે. તે ઘોડેસવારીમાં કેટલાએ ઈનામ પણ જીતી ચુકી છે. તે વર્ષે 13 ઘોડા ખરીદે છે. ટ્રાવેલિંગ પણ તેને પસંદ છે. તે પેરિસ, બેરમુડા અને ફ્રાંસ ફરી ચુકી છે.


બ્રિટિશ બિઝનેસમેન રિચર્ડ બ્રેનસનની દીકરી હોલી બ્રેનસને પૈસાને મટેરિયલ વસ્તુઓ પર ખર્ચ કરવાને બદલે એડવેન્ચર અનુભવ લેવાનું પસંદ કરે છે. તે યુરોપમાં માઉન્ટ ક્લાઈમ્બ, રન મેરેથોનમાં ભાગ લઈ ચુકી છે.


Dellના CEO મિશેલ ડેલની દીકરી એલેક્ઝા ડેલ પણ સૌથી વધારે પૈસા ફેશન અને દુનિયા ફરવા માટે ખર્ચ કરે છે.


યૂએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ટિફન ટ્રમ્પ પોતાના કપડા અને દુનિયા ફરવા પર સૌથી વધારે ખર્ચ કરે છે.


સંયુક્ત અરબ અમિરાતના પ્રધાનમંત્રી શેખ મોહમ્મદ બિન રાશીદ અલ મકતૂમનો દીકરો હમદન બિન મોહમ્મદ અલ મકતૂમ (ફજ્જા) પણ દુનિયા ફરવા માટે સૌથી વધારે પૈસા ખર્ચ કેર છે.