મિસ વર્લ્ડ અને બોલીવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા અમેરિકન સિંગર નિક જોનાસ સાથે લગ્નગ્રંથીએ બંધાઇ ચૂકી છે. આ લગ્નને લઇને દુનિયાભરના મીડિયામાં ચર્ચા થઇ રહી છે, આ લગ્ન શાહી અંદાજમાં જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસમાં થયા છે. દુનિયાભરમાં લક્ઝૂરિયસ હેરિટેજ હોટલની ક્ષેણીમાં ઉમ્મેદ ભવન પેલેસનો સમાવેશ થાય છે. આ સિવાય ઇન્ડિયાની પાંચ સૌથી મોંઘી સૂઇટમાંથી એક છે ઉમ્મેદ ભવન પેલેસ, આવો જાણીએ તેના વિશેની રોચક વાતો.
1- દુષ્કાળને કારણે બનાવવામાં આવ્યો હતો આ મહેલ - વર્ષ 1930માં પડેલા દુષ્કાળને કારણે તત્કાલિન મહારાજા ઉમ્મેદ સિંહે લોકોને રોજગાર આપવાના ઉદ્દેશ્યથી ઉમ્મેદભવનનું નિર્માણ શરૂ કરાવ્યું હતું. આ બાંધકામ અંદાજે 14 વર્ષ સુધી ચાલ્યું હતું. જેમાં ત્રણ હજાર લોકોને પ્રત્યક્ષ અને હજારો લોકોને અપ્રત્યક્ષ રીતે રોજગારી મળી હતી.
4. વિદેશમાંથી મગાવવામાં આવ્યું લાકડું - ઉમ્મેદ ભવનના નિર્માણમાં સુથારીનું કામનું બર્મા (મ્યાનમાર)ની લાકડાની કંપનીએ કર્યું છે. મ્યાનમારના બર્મામાંથી લાડકા મગાવવામાં આવ્યા હતા. આ લાકડાથી ઉમ્મેદભવનની બારીઓ અને દરવાજાનું કામ કરવામાં આવ્યું છે. બધુ થઇને કુલ 20 હજાર ઘનફૂટ લાકડાનો વપરાશ થયો હતો. એ સમયે તેની કિંમત 60 હજાર રૂપિયા હતી.
5. સોનાનું તાળું ખોલી કરવામાં આવ્યું ઉદ્ઘાટન - ઉમ્મેદ ભવનનું ઉદ્ધાટન મહારાજા ઉમ્મેદ સિંહના પુત્ર તથા વર્તમાનમાં પૂર્વ નરેશ ગજસિંહના પિતા હનવંત સિંહના વિવાહ પર 13 ફેબ્રૂઆરી 1943એ કરવામાં આવ્યું હતું. મહારાજાના નાના પુત્ર સાત વર્ષિય દિલિપ સિંહે મહેલના મુખ્ય દ્વાર પર સોનાનું તાળું ખોલી વિધિવત ઉદ્ધાટન કર્યું હતું.