

કરનાલ, હરિયાણાઃ કપડા ધોવા માટે વોશિંગ મશીન (Washing Machine)નો ઉપયોગ આજે ભારતમાં મોટાપાયે કરવામાં આવી રહ્યો છે. પરંતુ તમે વિચારો કે જો તમે કપડા ધોવા માટે વોશિંગ મશીન ખોલો અને તેમાં ખતરનાક સાપ (Snake) જોવા મળે તો! તે પણ કોઈ સામાન્ય સાપ નહીં પરંતુ કિંગ કોબ્રા (King Cobra). (Photo: News18)


હરિયાણાના કરનાલ જિલ્લાના એક ઘરમાં આવી ઘટના સામે આવી છે. અહીં વોશિંગ મશીનમાં કપડા ધોવા જઈ રહેલી મહિલાને એક ઝેરી કોબ્રા સાપ જોવા મળ્યો. તેને જોઈને તે મહિલા ખૂબ ડરી ગઈ. મહિલાએ તાત્કાલિક સમજદારીથી કામ લઈને તેની જાણકારી પોતાના પતિને આપી, ત્યારબાદ સાપ પકડવા માટે પ્રોફેશનલ સતીશ ફફડાનાને જાણકારી આપવામાં આવી. (Photo: News18)


સ્નેક મેન સતીશે ઘટનાસ્થળે પહોંચીને સાપને પક્ડયો અને કપડામાં બાંધી દીધી. તેમણે જણાવ્યું કે આ સાપ કોબ્રા છે, જેના એક વારના ડંખથી અને સમયસર સારવાર ન મળે તો મોત પણ થઈ શકે છે. (Photo: News18)


સ્નેક મેને જણાવ્યું કે જ્યારે વાતાવરણમાં પરિવર્તન થાય છે ત્યારે સાપની સંખ્યા વધી જાય છે અને જંગલથી બહાર આવી જાય છે. (Photo: News18)