

રેવાડીઃ હરિયાણાના રેવાડી જિલ્લામાં કોરોના (Coronavirus)નો વધુ એક કેસ સામે આવ્યો છે. 8 દિવસ પહેલા લવ મેરેજ કરીને આવેલી એક દુલ્હન (Bride) તપાસમાં કોરોના (COVID-19) સંક્રમિત હોવાનું સામે આવ્યું.


દુલ્હન સંક્રમિત હોવાનો રિપોર્ટ આવતાં તેને કોવિડ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. બીજી તરફ, દુલ્હા (Groom)ને ક્વૉરન્ટીન કરવામાં આવ્યો છે. તેની સાથે સંપર્કમાં આવેલા તમામ લોકો વિશે માહિતી એકત્ર કરવાનું કામ ચાલી રહ્યું છે.


હિન્દી અખબાર ‘દૈનિક જાગરણ’ના રિપોર્ટ મુજબ, કાલૂવાસ ગામના નિવાસી યુવકે દિલ્હીની યુવતી સાથે 8 દિવસ પહેલા લવ મેરેજ કર્યા હતા. લગ્ન કર્યા બાદ યુવક પોતાની પત્નીને ગત સપ્તાહે જ પોતાના ઘરે લઈને આવ્યો હતો. જોકે, ધમકીના કાણે હાલ યુવક-યુવતી પોલીસ પ્રોટેક્શનમાં છે.


મળતી માહિતી મુજબ, થોડા દિવસોથી તબિયત ખરાબ હોવાના કારણે પોલીસ પ્રશાસને યુવતીની તપાસ કરાવી તો તે કોરોના વાયરસ સંક્રમિત હોવાનું સામે આવ્યું. તેની જાણ થતાં જ પોલીસ પ્રશાસનની સાથે સ્વાસ્થ્ય વિભાગના હોશ ઊડી ગયા.


દુલ્હાને ક્વૉરન્ટીન કરાયો - બીજી તરફ, સ્વાસ્થ્ય વિભાગ મુજબ, યુવક-યુવતીના સંપર્કમાં આવેલા લોકોને ક્વૉરન્ટીન થવાનું કહેવામાં આવ્યું છે. તેમાં પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. એવા લોકોની માહિતી એકત્ર કરવામાં આવી રહી વે જે યુવક-યુવતીના સંપર્કમાં આવ્યા હતા.