

નવી દિલ્હી : સોશિયલ મીડિયા (Social Media) પર હાલમાં એક રૉલ્સ રૉયસ (Rolls Royce)ની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. ગોલ્ડ કલરની આ રૉલ્સ રૉયસની આ તસવીર એટલા માટે વાયરલ (Viral Photos) થઈ રહી છે કારણ કે તેનો ઉપયોય ટેક્સી તરીકે કરવામાં આવી રહ્યો છે.


એક યૂઝરે ટ્વિટર પર રૉલ્સ રૉયસની તસવીર શૅર કરી છે. આ તસવીરમાં જોવા મળી રહેલી રૉલ્સ રૉયસ એક ટેક્સી (Gold Rolls Royce Cab) તરીકે ઉપયોગમાં લેવાય છે અને આ કારણથી જ સોશિયલ મીડિયા પર લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. ગલ્ફ ન્યૂઝના એક રિપોર્ટ મુજબ ગોલ્ડ કલરની આ રૉલ્સ રૉયલ ફેન્ટમ (Rolls Royce Phantom)નો ઉપયોગ કેરળમાં ટેક્સી તરીકે કરવામાં આવી રહ્યો છે.


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી રૉલ્સ રૉયસની કિંમત 9.5 કરોડ રૂપિયા છે અને આ કાર કેરળના બૉબી મેમ્મનુરની છે. બૉબી મેમ્મનૂર કેરળમાં સ્થિત ઑક્સિજન રિસોર્ટ (Oxygen Resorts)નો માલિક છે.


અને આ કારનો ઉપયોગ ઑક્સિજન રિસોર્ટમાં રોકાતા ગેસ્ટને પિક કરવા અને તેમને ડ્રોપ કરવા માટે કરવામાં આવી રહ્યો છે. રૉલ્સ રૉયસની રાઇડની સાથે બે દિવસ રિઝોર્ટમાં રોકાવા માટે 25,000 રૂપિયા આપવા પડશે.


સોશિયલ મીડિયા પર લોકો આ કારને જોઈ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. કેટલાક યૂઝર્સે પૂછી રહ્યું છે કે શું આ કારને બપ્પી લહેરીની તો નથી ને?