એક મહિલા પોલિસ ઓફિસર (Female Police Officer) એ પોતાની નોકરી છોડી સોશિયલ મીડિયા (Social Media)ની દુનિયામાં ડગલું માંડ્યું અને હવે તે સ્ટાર બની ચૂકી છે. ક્યારેક પોતાના ડિપાર્ટમેન્ટ પર દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવતા લીની કાર (Leanne Carr) હવે ઈન્સ્ટગ્રામ (Instagram Account) પર ખૂબ પોપ્યુલર થઈ ચૂકી છે.
પૂર્વ પોલિસ અધિકારી રહી ચૂકેલી લિનીએ પોતાના ડિપાર્ટમેન્ટ પર આરોપ લગાવ્યો હતો કે તેમની સાથે ત્યાં દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. તે ઈમાનદારીથી પોતાની ફરજ નિભાવતી હતી અને રજા લેવા માટે તે કોઈ જૂઠ પણ નહોતી બોલી. વર્ષ 2018માં લિની કારે પોલિસ સર્વિસમાંથી તેણે રાજીનામું આપ્યું હતું. લિનીએ જણાવ્યું કે તે તમામ અલગ અલગ સ્થળોએથી પોતાના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી હતી, જેને કારણે તેના સહકર્મીઓ તેને નાપસંદ કરતા હતા.
નોકરી છોડ્યા પછી સોશિયલ મીડિયા પર તેમણે માત્ર પોતાની ટ્રાવેલિંગ ફોટો અપલોડ કરવાની શરૂઆત કરી અને આ ફોટો લોકોને ખૂબ પસંદ પણ આવ્યા. હાલમાં તેમના ઈન્સ્ટાગ્રામ પર 1 લાખથી વધુ ફોલોવર્સ છે.14 વર્ષ સુધી પોલિસ સર્વિસમાં કોન્સ્ટેબલ અને પોલિસ ઈન્સ્પેક્ટર તરીકે કામ કરવાના અનુભવને લઈને તે કહે છે કે તેમને આ બાબતનો ખૂબ ગર્વ છે. હાલમાં તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને લોકો તેમને ખૂબ પસંદ કરી રહ્યા છે