નારિયેળ, યુકોલિપ્ટસ અને તાડ જેવા ઊંચા વૃક્ષો પર ચડતા લોકોને દોરડાંનો ઉપયોગ કરવો પડે છે. આ દરમિયાન તેઓએ ખૂબ જ ઊંચું જોખમ લેવું પડશે. પરંતુ હવે આ ખતરો ઘટાડી શકાય છે. કારણ કે કર્ણાટકના એક ખેડૂતે એવું મશીન તૈયાર કર્યુ છે, જેનાથી સરળતાથી વૃક્ષો પર ચઢી શકાય છે. આ મશીન કોઈપણ ઊંચા વૃક્ષ પર ચડવા માટે મદદરૂપ છે.
કર્ણાટકના મેંગલોરમાં Szimamuda ગામમાં રહેતા એક ખેડૂત ગણપતિ ભટ્ટે એવું મશીન તૈયાર કર્યુ કે જેનાથી કોઇપણ સરળતાથી ઉંચા વૃક્ષો પર ચઢી શકે છે. ઊંચા વૃક્ષો પર ચઢવા માટે એક એવું મશીન બનાવવામાં આવ્યું છે જે બરાબર ખુરશી જેવું છે. મશીન વૃક્ષના થડમાં ફીટ કરીને તેને ચાલુ કરી સેકન્ડમાં જ ઝાડની ઉંચાઇ સુધી પહોંચી શકાય છે.