couple honeymoon: લગ્ન બાદ હનીમૂન (honeymoon after marriage) પર તો બધા લોકો જતા હોય છે પરંતુ એક ન્યૂલીવેડ કપલના સ્પેશિયલ 'ફેમિલીમૂન' (familymoon) વિશે જાણીને તમે ચોંકી જશો. 2019માં લગ્ન બાદ રોસ અને સારા બૈરેટ તેમના દીકરા અને શ્વાન સાથે વિદેશમાં હનીમૂન ઉજવવા નીકળી પડ્યા હતા. કપલે એક વેન દ્વારા 13 લાખ કરતા પણ વધારે રૂપિયા ખર્ચીને 2 વર્ષનું યાદગાર હનીમૂન સેલિબ્રેટ (Celebrate a memorable 2 year honeymoon) કર્યું હતું. (All photos Credit: SUPPLIED)
આ દરમિયાન તેમણે પોતાનું ઘર આશરે 81 હજાર રૂપિયાના હિસાબથી ભાડે ચડાવી દીધું હતું અને દીકરા રિલી અને બ્લેક લેબ્રાડોર સાથે કેમ્પર વાનમાં જ શરણ લઈ લીધું હતું. તેમણે હનીમૂનના 5 વર્ષ પહેલા 2014માં તે વાન ખરીદી હતી. આ દરમિયાન તેઓ સમગ્ર યુરોપ સહિત ફ્રાંસ, સ્વિત્ઝરલેન્ડ, ઈટાલી, સ્પેન, તુર્કી, અને બલ્ગેરિયા સહિત અનેક દેશોમાં ફર્યા હતા.