એલેન પાસે પોતાનું પોડકાસ્ટ પણ છે. અહીં તે લોકોને હવાઈના સ્થાનિક જીવન અને વીગન આહાર વિશે કહે છે. તેમને 2018માં મોઈમાં પોતાનું ઘર લીઘુ હતું. તેઓ મોટાભાગે પોતાના માટે ફળો અને શાકભાજી ઉગાડે છે. ઘરે જામ અને સોસ બનાવે છે. તે કહે છે કે તે મેફિંન, હમસ અને બાળકોની મનપસંદ વસ્તુઓ તે જાતે બનાવે છે, જેથી તેમને સુપરમાર્કેટના ચક્કર પણ નથી લગાવા પડતા અને ઘણા બઘા પૈસાની બચત થાય છે.