800 વર્ષથી સૂતો જ્વાળામુખી ફાટી નીકળ્યો, ચોંકાવનારી તસવીરો આવી સામે
Fagradalsfjall Volcano: આઇસલેન્ડના ચોંકાવનારા ફોટા જોવા મળ્યા છે, જ્યાં આ વર્ષે માર્ચમાં જ્વાળામુખી (Volcano) ફાટી નીકળ્યો હતો. અહીંના દ્રશ્યો જોતાં જાણે લાગતું હતુ કે આગની નદી વહી રહી હોય. તેના વીડિયો અને ફોટા વિશ્વભરમાં વાયરલ થયા હતા. ફરી એકવાર અહીં સ્થિત ફાગ્રાદાઉસફિઆક પર્વત (Fagradalsfjall) પર જ્વાળામુખીની અત્યંત ખતરનાક તસવીરો આવી છે. આ ફોટા ડ્રોન (drone photo) કેમેરામાંથી લેવામાં આવ્યા છે.
આ ફૂટેજ, મૂળ એક ફોટોગ્રાફર હોરુર ક્રિસ્ટલિફસન દ્વારા ડ્રોનથી લેવામાં આવ્યા હતા. અહીં જ્વાળામુખી ક્રેટરનો મોટો ભાગ તૂટી રહ્યો છે. જ્યારે તમે ધ્યાનથી જોશો ત્યારે આ તસવીરો તમને ફંફોળી નાખશે.
2/ 5
આ ફૂટેજ આઇસલેન્ડની રાજધાની રેક્ઝાવિકથી લગભગ 40 કિલોમીટર દૂર ફાગ્રાડાઉસફિઆક પર્વત પર શૂટ કરવામાં આવ્યું હતું. અહીં જ્વાળામુખી માંથી નીકળતો લાવા જોઈ શકાય છે.
विज्ञापन
3/ 5
આઇસલેન્ડના ફોટોગ્રાફર Hörður Kristleifsson ફાગ્રાડાઉસ્ફિઆક જ્વાળામુખી ક્રેટર પર પોતાનું ડ્રોન ઉડાવી રહ્યા હતા. ત્યારે જ ક્રેટર રિમનો ભાગ તૂટી પડ્યો. આ ભાગ 'નાનો' લાગી શકે છે, પરંતુ આ ખરેખર લગભગ 5 માળની બિલ્ડિંગ આકારની છે.
4/ 5
ફાગ્રાડાઉસફિઆક પર્વત પરનો જ્વાળામુખી લગભગ 800 વર્ષથી ફાટ્યો ન હતો. પરંતુ તાજેતરમાં ભૂકંપ આવ્યો હતો, જેના કારણે જ્વાળામુખી ફાટી નીકળવાની શક્યતા હતી.
5/ 5
શરૂઆતના ફૂટેજમાં વિસ્ફોટ નાનો લાગતો હતો, પરંતુ તેમાંથી નીકળતો લાવા 32 કિલોમીટર દૂર ચમક્યો હતો. માઉન્ટ ફાગ્રાડાઉસફિઆક જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો અને 1640 ફૂટ ઊંચો લાવા આકાર બન્યો હતો. જ્વાળામુખીમાં ચાર દિવસમાં 10 મિલિયન ચોરસ ફૂટ લાવા નીકળ્યો હતો.