કોરોના વાયરસના હાહાકાર વચ્ચે બધાને સુરક્ષીત રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનની મદત વધારીને 3 મે સુધી કરી છે. ત્યારે સમગ્ર દેશમાં મજૂરી કામ કરતા લોકોની મજૂરી છીનવાઈ ગઈ છે. સાથે સાથે વેપાર ધંધા પણ ઠપ થયા છે. આ વાતને ધ્યાનમાં રાખીને એક ગરીબ પતિ-પત્નીએ 21 દિવસમાં 25 ફૂટ ઉંડો ખાડો ખોદીને સમગ્ર ગામને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. આ ઘટના મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં સામે આવી છે. (કૂવો ખોદતી મહિલાની તસવીર)
વાશિમ જિલ્લામાં મનોરા તહસીલના કારખેડા ગામમાં ગજાનન પકમોડે મજૂરી કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે. જોકે, લોકડાઉનના કારણે કામ ઉપર જઈ શકતા ન હતા. ઘરમાં બેઠા બેઠા આળસું ન થઈ જવાય એ વિચારીને ગજાનન અને તેની પત્નીએ ઘરના આંગણે કૂવો ખોદવાનું નક્કી કર્યું હતું. અને આ દંપતી કૂવો ખોદવા માટે લાગી ગયું હતું. ગામના તેમના દોસ્તો અને તેમના નજીકના લોકોએ તેમની મજાક ઉડાવી હતી. (પ્રતિકાત્મક તસવીર)
કોરોના છે એટલા માટે બહાર નથી જઈ શકતા. ત્યારે અમે વિચાર્યું કે કૂવો ખોદીએ. પત્નીએ પૂજા-અર્ચના કરી અને ગામના બધા લોકોએ અમારી મજાક ઉડાવી હતી. પરંતુ અમે ખોદવાનું શરૂ કરી દીધું હતું. કૂવો ખોદતા અમને 21 દિવસ લાગ્યા હતા. અને કૂવામાંથી પાણી આવવા લાગ્યું હતું. ગામની નળ યોજના પણ બંધ છે એટલા આનાથી અમને રાહત મળશે. (પ્રતિકાત્મક તસવીર)
ઉલ્લેખનીય છે કે, દેશમાં 17265 કોરોનાનાં દર્દી, 543 લોકોનાં મોત, 2302 સાજા થયા. દેશમાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ તેલંગણા અને મહારાષ્ટ્ર રાજ્યોની છે. જ્યારે દેશનાં સાત રાજ્યો છે કે જ્યાં કોરોના સંક્રમિતોની સંખ્યા એક હજારને પાર થઇ ગઇ છે. જેમાંથી એક રાજ્ય ગુજરાત છે. ગુજરાતમાં સોમવારે કોરોનાનાં 108 નવા કેસ સામે આવ્યાં છે. જે બાદ સંક્રમિતોની સંખ્યા 1851 થઇ ગઇ છે. (પ્રતિકાત્મક તસવીર)