મધ્યપ્રદેશ : નૈનપુર, માંડલાની પ્રાથમિક શાળાના શિક્ષક નિર્મલ હરદહાની સુંદર ચિત્રોને ગામના તમામ લોકો જાણે છે, જ્યારે તે 18 વર્ષના હતા ત્યારે માંદગીના કારણે તેમના હાથની આંગળીઓને નિર્જીવ થઇ ગઇ હતી. આ કારણે તેમણે હિંમત પણ હારી ગઇ હતી. તેમની આંગળીઓથી પેન પકડવી મુશ્કેલ હતી. પણ તેમણે હિંમત ભેગી કરી. અને પ્રયત્ન કર્યો અને આ નિર્જીવ આંગળીમાં ખુશીના રંગો ભરવા લાગ્યા.