આજકાલ લોકો દુનિયામાં અજીબોગરીબ વ્યવસાયો અપનાવીને આજીવિકા કમાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, એક વ્યવસાય ચોક્કસ સાઇટ્સ પર તમારા ફોટાની હરાજી કરવાનો છે. ડેવિન મેકક્લાઉડ નામની મહિલા માત્ર પગની તસવીર વેચીને ઘણી કમાણી કરી રહી છે. આ કામની માહિતી તેણે પોતે સોશિયલ મીડિયા પર આપી છે.(All Photos Credit- Insragram/@fitbyd__)
ડેવિન મેકક્લાઉડ (Devin McCloud) નામની એક મોડલે ટિકટોક પર પોતાના વિશે લોકો સાથે શેર કર્યું છે કે કેવી રીતે તે ફક્ત તેના પગની તસવીર શેર કરીને ઘણા પૈસા કમાય છે. આટલું જ નહીં, તેણે તેના કામને 9-5 નોકરી કરતાં વધુ સારું ગણાવ્યું.
2/ 5
ડેવિન મેકક્લાઉડ (Devin McCloud) સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય ડાન્સર અને ફૂટ મોડલ પણ છે. તે પોતાના પગના ચિત્રો વેચીને પૈસા કમાય છે. તેનું આ કામ ખૂબ જ વિચિત્ર છે, પરંતુ તે તેનાથી એકદમ સંતુષ્ટ છે.
3/ 5
ડેલી સ્ટારના રિપોર્ટ અનુસાર, ડેવિન ફૂટ મોડલની સાથે ડાન્સર પણ છે. તેણે ટિકટોક પર એક વીડિયો દ્વારા જણાવ્યું છે કે તે પગની તસવીરો વેચવાના બિઝનેસમાં કેવી રીતે સફળ રહી અને અન્ય લોકો તે કેવી રીતે કરી શકે છે.
4/ 5
ડેવિનની આ ટિકટોક ક્લિપને 1.3 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. તેણે ટિકટોક દ્વારા જણાવ્યું છે કે ફુટ મોડલ બિઝનેસમાંથી કેવી રીતે પૈસા કમાઈ શકાય છે. તેનું કહેવું છે કે ઈન્સ્ટાગ્રામ પર ફક્ત પગની તસવીર માટે પણ પેજ બનાવી શકાય છે.
5/ 5
આટલું જ નહીં, સાફ સુંદર અંગૂઠો અને આંગળીઓ દરેકને પસંદ આવે છે. તેણે એવી વેબસાઈટનું નામ પણ આપ્યુ છે, જ્યાં પગની તસવીરો વેચીને પૈસા કમાય શકાય. ટિકટોક પર ડેવિનના 45 હજાર ફોલોઅર્સ છે, જેઓ તેની તસવીરો પસંદ કરે છે.