

કોરોના વાયરસને (coronavirus) ભારત સહિત આખી દુનિયાના અનેક દેશોમાં હાહાકાર મચાવ્યો છે. આ મહામારીથી ઉભા થયેલા પડકાર અને ખતરના સામે લડવા માટે આખી દુનિયા સાવધાની રાખી રહી છે. આવી સ્થિતિ વચ્ચે એવો મામલો સામે આવ્યો છે કે એક આદમીએ કોરોનાના ડરથા કારણે મોટી સંખ્યામાં ચલણી નોટો (Currency notes) વોશિંગ મશીનમાં ધોઈ નાંખી હતી.


આ ઘટના દક્ષિણ કોરિયાની છે. સ્થાનિક મીડિયા પ્રમાણે દક્ષિણ કોરિયામાં સિયોલ પાસે અંસન શહેરમાં રહેનારા એક વ્યક્તિએ કોરોના સંક્રમણના ડરથી પોતાના બધા પૈસા ડિસઈન્ફેક્ટેડ કરવા માટે વોશિંગ મશીનમાં નાંખીને ધોઈ દીધા હતા. જેમાં આશરે 14 લાખ રૂપિયા વોશિંગ મશીનમાં નાંખ્યા હતા. ત્યારબાદ તેને સુકવવા માટે ઓવનમાં નાંખ્યા હતા. જેમાંથી અનેક નોટો બળી ગઈ હતી.


વ્યક્તિને નોટોને ડિસઈન્ફેક્ટેડ કરવાની રીત જોઈને બધા હેરાન થઈ ગયા હતા. અધિકારીઓનું માનવું છે કે નુકસાન ખુબ હતું. તેમનું કહેવું છે કે મોટાભાગની નોટો ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. ત્યારબાદ આ વ્યક્તિ બેન્ક ઓફ કોરિયામાં એ જાણવા માટે પહોંચ્યો હતો કે શું નવા બિલો માટે આ નોટો બદલી શકાશે.


બેન્ક ઓફ કોરિયાએ તેણે જણાવ્યું કે ક્ષતિગ્રસ્ત અને ફાટેલી તૂટેલી નોટો અદલાબદલી નિયમો અંતર્ગ કરી શકાશે. ત્યારબાદ બેન્ક ઓફ કોરિયાએ નિયમ અંતર્ગત વ્યક્તિને 23 મિલિયન ડોલર (19320 ડોલર)ની નવી કરન્સી આપી હતી.


બેન્ક અધિકારી વાઉને કહ્યું કે અમે યુવકની કેટલાક નોટોને બદલી શક્યા નહીં કારણ કે તે ખૂબ જ ખરાબ થઈ ચૂકી હતી. નોટ બેન્કના નિયમો અંતર્ગ બદલી આપી છે. બેન્ક અધિકારીનું કહેવું છે કે આવા મામલાઓમાં એક વ્યક્તિ બેન્ક તરફથી કેટલા પ્રાપ્ત કરી શકશે એ નોટની ક્ષતિની સીમા ઉપર નિર્ભર છે. નુકસાન ઓછામાં ઓછું હોય તો બેન્ક નવી નોટો પ્રદાન કરી શકે છે.