

કોરોના વાયરસના (coronavirus) કારણે દુનિયાના મોટાભાગના દેશોમાં લોકડાઉન (lockdown) ચાલું છે ત્યારે લોકોને પોતાના ઘરમાં રહેવાનો વારો આવ્યો છે. આવી સ્થિતિમાં એક વ્યક્તિ બંધ રેસ્ટોરન્ટમાં ચાર દિવસ સુધી રહ્યો હતો અને ત્યાં ખાતો-પીતો અને ઉંઘતો રહ્યો હતો. 42 વર્ષના આ વ્યક્તિ ઉપર આરોપ છે કે આ સમયમાં તેણે લાખો રૂપિયાનો ખાવાનું અને દારૂ પી ગયો હતો.


આ ઘટના અમેરિકાના કનેક્ટિકટ રાજ્યના ન્યૂ હેવન શહેરની છે. 42 વર્ષના લુઈસ ઓર્ટિઝ ઉપર પોલીસે ગુનાહીત ઘટનાઓ મામલે ગુનોં નોંધ્યો છે. અને તેને જેલમાં મોકલી દીધો હતો.


ઓર્ટિઝ Soul de cuba નામના રેસ્ટોરન્ટમાં ઘૂસી ગયો હતો. જે કોરોના વાયરસના કારણે બંધ હતો. ગત મંગળવારે અજનબી વ્યક્તિએ રેસ્ટોરન્ટમાં ઘૂસવાની જાણકારી પોલીસને આપી હતી.


પોલીસે જણાવ્યું હતું કે, ઓર્ટિઝ પાસે રમની બોટલો પણ પ્રાપ્ત થઈ હતી. રેસ્ટોરન્ટના મેનેજમેન્ટનું કહેવું છે કે ઓર્ટિઝ લાખો રૂપિયાનો સામાન ખાઈ ચૂક્યો હતો. અને દારૂ પણ પી ગયો હતો.


રેસ્ટોરન્ટના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઓર્ટિઝ 70 બોટલ દારૂ પી ગયો હતો. અને ચોરી કરીને લઈ ગયો હતો. સીસીટીવી ફૂટેજમાં જાણવા મળ્યા પ્રમાણે આરોપી વ્યક્તિ 11 એપ્રિલના દિવસે બારીમાંથી બંધ રેસ્ટોરન્ટની અંદર ઘૂસ્યો હતો. બહાર નીકળતા સમેય તે પોતાની સાથે ખાવા-પીવાનો સામાન પણ લઈ ગયો હતો.