ચીન (China)માં ઉઇગર મુસલમાનો (Uighur Muslims)ની સાથે કેવાં પ્રકારનો ક્રૂર વ્યવહાર કરવામાં આવે છે. આ વાત ખુદ એક પુર્વ પોલીસ અધિકારીએ જણાવી છએ. પોલીસ અધિકારીનાં જણાવ્યાં અનુસાર, શિન્જિયાંગ (Xinjiang) પ્રાન્તનાં ડિટેન્શન સેન્ટરમાં ઉઇગર મુસલમાનોને ઘણાં પ્રકારનાં અમાનવીય યાતનાઓ આપવામાં આવે છે. તેમને ખુરશી પર બાંધીને રાખવામાં આવે છે. કોડાથી માર મારવામાં આવે છે. કરંટનાં ઝટકા આપવામાં આવે છે. અને જો ઝોંકુ આવી જાય તો ઢોર માર મારવામાં આવે છે. આવો જાણીએ ઉઇગર પર ઝુલ્મની કહાની...
ડેઇલી મેલની માહિતી મુજબ, આ વ્હિસલબ્લોઅ પૂર્વ ચીની અધિકારી ઝિયાંગ (Ex Police Officer Jiang)એ ઘણાં ચોકાવનારા ખુલાસા કર્યાં છે. તેને ખુદ ઉઇગરોને આપવામાં આવતાં ભયાનક ટોર્ચર અંગે વાત કરી છે. રિપોર્ટ અનુસાર, ડિટેન્શન સેન્ટરમાં ઉઇગરને ટોર્ચર માટે એક ખુરશી પર બાંધી રાખવામાં આવે છે. પોલીસ કર્મીઓ તેને લાતો મુક્કા મારે છે. તેમનાં પર કોડાનો વરસાદ કરે છે. ઘણી વખત એટલું ટોર્ચર કરે છે કે તેમનો જીવન પણ જતો રહે.
ઇન્ટરવ્યૂં દરમિયાન જિયાંગે ટોર્ચરની રીતનું પ્રદર્શન કરીને જણાવ્યું. જેમાં તેણએ કહ્યું કે, ડિટેન્શન સેન્ટર્સમાં બંધ લોકોને ઉંઘવાં દેવામાં આવતા નથી. જો તે ઝોંકુ પણ ખાય તો તેમને ઢોર માર મારવામાં આવે છે. કે તેઓ બેભાન થઇ જાય. ભાનમાં આવવા પર ફરી તેમની સાથે એવું જ વર્તન કરવામાં આવે છે. પીડિતોમાં 14 વર્ષની ઉંમરનાં બાળકો પણ શામેલ હોય છે.
<br />કોણ છે આ પૂર્વ પોલીસ અધિકારી?-રિપોર્ટ અનુસાર, જે પૂર્વ પોલીસ અધિકારીએઆ વાતનો ખુલાસો કર્યો છે. તેમની ઉંમર 39 વર્ષ છે. અને તે ચીનનાં પોલીસકર્મીઓનાં પરિવારમાંથી આવે છે તેણે ઇન્ટરવ્યૂ લેનારા વ્યક્તિને કેટલાંક પુરાવા પણ આપ્યાં. જેમાં તસવીરો, પોલીસ ટોર્ચર સાથે જોડાયેલાં દસ્તાવેજ અને ઘણાં વર્ષો પહેલાં રાષ્ટ્રપતિ શી જિનપિંગનો પોલીસ અધિકારીઓને આપેલો એક આદેશ છે. જિયાંગે ણાવ્યું કે, ચીનમાં નાની મોટી ફરિયાદ પર પણ ઉઇગર લોકોની ધરપકડ થઇ જાય છે. તેમને ઘણાં વર્ષો સુધી જેલમાં રહેવું પડે છે. જોકે, આ પહેલો અવસર નથી જ્યારે ચીન પર ઉઇગર મુસલમાનો સાથે આવા વર્તન થતુ હોય. આ પહેલાં પણ ચીની કોમ્યુનિસ્ટ સરકાર (Chinese Communist Government) પર ઉઇગરે અમાનવીય વ્યવહાર કરવાનો આરોપ છે.