તમે સમુદ્ર પર તરતા ઘર (Floating Sea House)માં રહેવાના સપનાં જોયા હશે. શિકારા કે હાઉસબોટમાં તેની મજા પણ લીધી હશે. ઘણી વખત એવું થયું હશે કે આવા જ શાંત વાતાવરણમાં બાકીની જિંદગી પસાર થઈ જાય. ચીનના એક માણસના દિમાગમાં પણ કંઈક આવો આઇડિયા આવ્યો અને તેણે પોતાના માટે 600 સ્ક્વેર ફીટ (600 Square Meter Floating Sea Mansion)નું આલીશાન ઘર તૈયાર કરી નાખ્યું, જે પાણીમાં તરે છે. પોતાના આ વેન્ચરને લીધે આ વ્યક્તિનું નામ પણ ‘Coastline’ પડી ગયું છે. આ ઘરના અદભુત ફોટોઝ (Floating Sea Mansion Pictures) જોઈને તમને પણ Floating Sea Houseમાં રહેવાનું મન થઈ જશે.
ચીનના એક આંત્રપ્રીન્યોરે આ ઘરને બનાવવા માટે 4 લાખ યુઆન એટલે કે 45 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. તેમણે આ ઘર ફુજિયાન પ્રાંતના સમુદ્રી કિનારે બનાવ્યું છે. તેમને આ અનોખા ઘરને કારણે કોસ્ટલાઈન નિકનેમ આપવામાં આવ્યું છે. ઘરને બનાવનારા કોસ્ટલાઈનની જિંદગી સમુદ્ર કિનારે જ પસાર થઈ છે. તે પોતાનો મોટાભાગનો સમય ફિશિંગ અને ડોન્ગશાઇન કાઉન્ટીથી સનસેટનો સુંદર જનારો જોતાં પસાર કરતા. સાઉથ ચાઇના દરિયો જોતાં તેમની કલ્પના ઉડાન ભરવા લાગતી.
કોસ્ટલાઈન અને તેમના મિત્રએ મોટી રાફ્ટથી પ્રેરણા લઈને મેન્શનનું બેઝ બનાવ્યું. એ બંને આ ઘરમાં શિફ્ટ થવા માગતા હતા, એવામાં તેમણે 600 સ્ક્વેર ફૂટનું મોટી ઘર બનાવવાનો વિચાર કર્યો. લહેરોથી બચવા માટે તેમણે ઘરને ઓપન સી પર બનાવવાનો વિચાર કર્યો. તેમનું તરતું આલીશાન મકાન 16 મેટલ એન્કર્સના માધ્યમથી ટક્યું છે, જેનું વજન એક ટન છે. જો તેઓ ક્યારેય પણ ઘરને શિફ્ટ કરવા ઈચ્છે, તો તેમને આ એન્કર્સને ઉપર ઊંચકીને પાવરબોટના માધ્યમથી ઘરને લટકાવીને લઈ જવું પડશે.
વર્ષ 2019માં બનીને તૈયાર થયેલું આ ઘર સારું વેકેશન પ્લેસ છે. અહીંથી ચારે બાજુથી સમુદ્રનો સુંદર નજારો દેખાય છે. મહામારી દરમ્યાન ચીનમાં કોસ્ટલાઇને પરિવારને આઇસોલેટ કરવા માટે આ સ્થાનનો ઉપયોગ કર્યો હતો. હવે આ ઘર ચીનની પ્રથમ ફ્લોટિંગ હોટલ તરીકે સ્થાપિત થઈ ગયું છે. તેની બુકિંગ સર્વિસ માટે થોડા દિવસો અગાઉ રિક્વેસ્ટ આપવી પડે છે. (Credit- All Photos Credit- autoevolution.com)