મૂળે, આ રોડ પર સ્પીડ બ્રેકર બનાવેલું છે અને તે ઘણું ઊંચું છે. અહીં સ્પીડબ્રેકર છે તેવું કોઈ ઈન્ડિકેશન પણ મૂકવામાં નથી આવ્યું. જેના કારણે લોકોને ખબર જ નથી રહેતી કે આગળ સ્પીડબ્રેકર છે. આ ઉપરાંત ગંભીર બાબત એ છે કે આ સ્પીડબ્રેકર નિયત સાઇઝ કરતાં મોટું બનાવવામાં આવ્યું છે. જેના કારણે દુર્ઘટનાની શક્યતા વધારે રહે છે.