કંપનીએ બ્રા પહેરવાનું કર્યું ફરજિયાત: મીડિયા રીપોર્ટ પ્રમાણે 25 વર્ષીય ક્રિસ્ટીના શૈલ કેનેડાના અલબર્ટા શહેરમાં રહે છે. તેને મે મહિનામાં ગોલ્ફ ક્લબના રેસ્ટોરન્ટમાં એક સર્વરના રૂપમાં નોકરી કરવાનું શરુ કરી હતી. થોડા સમય પહેલા જ કંપનીએ એક નવો ડ્રેસકોડ લાગુ કર્યો હતો. જેમાં ટેબલ ઉપર પિરસનારી દરેક મહિલા કર્મચારીઓને ઇનરવિયર (બ્રા કે અંડરશર્ટ) જરૂરી ફરજિયા કરી દીધું હતું.
બ્રા ન પહેરાવા પર નોકરીમાંથી કાઢી મુકી: ક્રિસ્ટીનાએ આ ડ્રેસકોડ માનવા માટે ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ કંપનીએ તેના વિરુદ્ધ એક્શન લેતા તેને નોકરીમાંથી કાઢી મુકી હતી. ત્યારે ક્રિસ્ટીનાએ પોતાની કંપની સામે કેસ દાખલ કરતા માનવાધિકારી ઉલ્લંઘનની ફરિયાદ નોંધાવી હતી. તેનું કહેવું છે કે, કોઇ નિયમો પુરુષો માટે નથી. તો અમારા ઉપર નિયમો કેમ થોપવામાં આવે છે. આ એક વાહિયાત ફરમાન છે તમે મને હુકમ આપી રહ્યા છો કે હું કપડાની નીચે શું પહેરું કે શું નહીં.
મહિલાએ કર્યો કેસ: ક્રિસ્ટીનાનું કહેવું છે કે, તેણે ગોલ્ફ ક્લબના જનરલ મેનેજર સાથે વાત કરી તો તેણે કહ્યું કે આ નિયમ લોકોનથી તમારી રક્ષા માટે છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, મને ખબર છે કે ગોલ્ફ ક્લબમાં લોકો દારૂ પી લે છે ત્યારે શું થાય છે. આ અંગે ક્રિસ્ટીનાએ માનવાધિકારી કાયદા અંતર્ગત ફરિયાદ દાખલ કરી છે.