

જ્યારે આલ્કોહોલનો નશો હદથી વધારે થઇ જાય છે ત્યારે, તે વ્યક્તિના મનને નિયંત્રિત કરે છે. તેથી જે લોકો ડ્રગના વ્યસનમાં ઘણી વાર એવુ કામ કરે છે જે તેમને હેરાન કરી દે છે. વાત એ છે કે આવા લોકોને દારૂ પીને યાદ પણ નથી રહેતુ કે તે શું કરી રહ્યા છે. આવી જ એક ઘટના શ્રીલંકામાં જોવા મળી. શ્રીલંકાની એક પાંચ સિતારા હોટલમાં એક બ્રિટિશ કપલ હનીમૂન મનાવવાના ઇરાદા સાથે પહોંચ્યુ હતુ.


હનીમૂન કપલ ગિના લાયન્સ અને માર્ક લી હોટલમાં રોકાયા હતા. હોટલ પહોંચ્યા પછી, તે બંનેએ દારૂ પીવાનું શરૂ કર્યુ અને ત્યાર બાદ એવુ કર્યુ કે તેને જાણીને આખું વિશ્વ આઘાતમાં છે. નશામાં ધૂત દંપતિએ તે જ હોટેલ ખરીદવાનું નક્કી કર્યું જ્યા તેઓ રહેતા હતા. ડેઇલી મેઇલના પ્રકાશિત થયેલા સમાચાર મુજબ, જ્યારે ગિના અને માર્કને ખબર પડી કે જે હોટલમાં તેઓ રોકાયા છે હોટલનું ભાડું સમાપ્ત થાય છે.


નશામાં બંનેએ નક્કી કર્યું કે આ હોટલ તેઓ ખરીદશે. બિઝનેસ પ્લાન બનાવવામાં આવ્યો અને હોટલના માલિકે પાસે પહોંચ્યા. બંનેએ હોટલ માલિક સામે 30 હજાર પાઉન્ડની ઓફર કરી. માલિકે આ ઓફરને સ્વીકારી.


આ સોદામાં નક્કી કરવામાં આવ્યું હતું કે 15 હજાર પાઉન્ડ પ્રથમ વર્ષ અને 15 હજાર પાઉન્ડ બીજા વર્ષે આપવામાં આવશે અને આ બાબતની પુષ્ટિ કરવામાં આવી હતી. પરંતુ પોતાના દેશ પહોંચ્યા પછી, તેનું મન અટકી ગયું.


જ્યારે ગિના લાયનસ અને માર્ક લી તેમના દેશમાં પરત ફર્યા અને લોકોને આ નિર્ણય વિશે જાણ કરી, ત્યારે તેમના દેશમાં લોકોએ મજાક બનાવવાનું શરૂ કર્યુ તેઓને મૂર્ખ ગણવ્યા.


પરંતુ કપલે એ નક્કી કર્યુ કે તે બ્રિટનમાં રહીને શ્રીલંકામાં હોટલ ચલાવશે, જુલાઇ 2018થી દંપતિ પાસે હોટલની માલિકી છે. આ બન્નેએ હોટલનું નામ બદલીને બીચ તંગાલે રાખી દીધુ છે. માર્ક અને ગીનાએ ડિસેમ્બર 2017માં લગ્ન કર્યા હતા અને ત્યાર બાદ તેઓ શ્રીલંકા પહોંચ્યા હતા.