ઉત્તર ઈંગ્લેન્ડમાં બનેલું આ ઘર 'યોર્કશાયર કોટેજ' તરીકે ઓળખાય છે. નવાઈની વાત એ છે કે ત્યાં સુધી પહોંચવા માટે ન તો કોઈ રસ્તો છે કે ન તો કોઈ નજીકમાં રહે છે. આવી અલગ જગ્યાએ બનેલા ઘરની કિંમત 3 લાખ ડોલર એટલે કે લગભગ 2.5 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. જો કે હવે તેના પર 50 હજારનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે અને ઘર 2 કરોડ રૂપિયામાં વેચવામાં આવશે.