ફિલ્મ (Movie)માં કેમેરાની સામે અભિનેતાઓ (Bollywood Actors) અને અભિનેત્રી (Bollywood Actress)ઓ કામ કરે છે. ફિલ્મ બનાવવા માટે કેમેરાની પાછળ ડાયરેક્ટર (Film Director) અને પ્રોડ્યુસર (Film Producer) ખૂબ જ મહેનત કરે છે. ફિલ્મ ફ્લોપ રહેશે કે સુપરહિટ તે દર્શકો નક્કી કરે છે. સિનેમા જગતમાં સિનેમેટોગ્રાફી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
રોહિત શેટ્ટી (Rohit Shetty) - રોહિત શેટ્ટી એક એનર્જેટીક વ્યક્તિ છે, તેમની ફિલ્મોમાં એક્શન વધુ જોવા મળે છે. તેઓ સૌથી મોંઘા ડાયરેક્ટરોમાં બીજા નંબરે આવે છે. તેઓ પ્રતિ ફિલ્મ રૂ. 25થી 30 કરોડનો ચાર્જ લે છે. તેમણે ડાયરેક્ટ કરેલી ફિલ્મ ‘સિમ્બા’, ‘ચેન્નઈ એક્સપ્રેસ’ ગોલમાલ સીરિઝ, ‘સીંઘમ’ તથા અન્ય ફિલ્મો સુપરહિટ થઈ ગઈ છે.
AR મુરુગાદોસ (AR Murugadoss) - તેઓ બોલીવુડ અને સાઉથ ફિલ્મો (South Movie) ડાયરેક્ટ કરે છે. તેમણે ‘દરબાર’, ‘સ્ટાલિન’, ‘સરકાર’ જેવી તમિલ ફિલ્મો બનાવી છે. તેમણે બોલીવુડમાં પણ એકથી એક સુપરહિટ ફિલ્મો આપી છે, જેમાં ફિલ્મ અકીરા, હોલિડે તથા અન્ય ફિલ્મો શામેલ છે. તેઓ પ્રતિ ફિલ્મ રૂ.12થી 15 કરોડનો ચાર્જ લે છે.