

સામાન્ય રીતે મગરનું નામ સાંભળીને જ તમને તેને પંપાળવાની કોઇ જ ઇચ્છા ના થાય. પણ આવું જ છત્તીસગઢના એક ગામમાં થયું છે. ગામના લોકપ્રિય મગર ગંગારામની મોત થતા જ આંખુ ગામ ઉમટી પડ્યો. ગામના લોકોનો આ પ્રિય મગર હતો. અને આખું ગામ તેને દૈવી મગરની સમજી તેનાથી પ્રેમ કરતા હતા. ગામના લોકોનું માનીએ તો છત્તીસગઢના બવામોહતરા ગામના તળાવમાં 100 વર્ષથી એક મગર રહે છે. અને તે માંસ નથી ખાતો પણ ખાલી દાળ ભાત ખાય છે. વળી લોકોએ તેને નામ પણ આપ્યું હતું ગંગારામ


જો કે ગંગારામની જ્યારે લાંબા જીવન પછી મોત થઇ તો ગામ લોકોએ ભેગા મળીને ખાસ તેની સ્મશાન યાત્રા નીકાળી. લોકો તેના પર ગુલાલ અને પૈસાનો વરસાદ કર્યો. આખા ગામ તેની શબયાત્રામાં જોડાયું અને હિબકે પણ ભરાયું.


નવાઇની વાત તો એ રહી કે મંગળવારે અચાનક જ ગંગારામ પાણીની ઉપર આવી ગયો. તો માછીમારો પાસે જઇને જોયું તો તેની મોત થઇ ગઇ હતી. ગંગારામ નામના આ મગરનું શબ તે પછી તળાવની બહાર નીકાળવામાં આવ્યું અને વન વિભાગને પણ જાણ કરવામાં આવી. દૂર દૂરથી લોકો ગંગારામના અંતિમ દર્શન માટે પહોંચ્યા.


ગામના લોકોનું માનીએ તો ગંગારામની ઉંમર 130 વર્ષની હતી. વળી તળાવમાં નાહતી વખતે જો કોઇ ગંગારામ સાથે અથડાઇ જતું તો ગંગારામ જાતે જ તેમના દૂર થઇ જતો. વળી ગામ આખું તેને પ્રેમથી દાળ ચાવલ આપતું અને તે ખાતો પણ હતો.


સામાન્ય રીતે ગામના તળાવમાં મગર હોય તો મગરને તરત જ વન વિભાગને બોલાવી બહાર નીકળવામાં આવે છે. પણ તેથી ઉલટું આ ગામના લોકો જ્યારે ગંગારામ બીજા તળાવમાં ગામની બહાર જતો રહ્યો હતો તો તેને ઉપાડી પાછા ગામના તળાવમાં મૂકી જતા.