Weird Obsession : કોઈ વસ્તુનું ગાંડપણ ક્યારેક સારું નથી હોતું. આનાથી લોકો વચ્ચે તમે અલગ તરી આવો છે. અનેક વખત લોકો આના પગલે તમારા વિશે ખોટું વિચારવા લાગે છે. ઓસ્ટ્રેલિયાની સુંદરી બ્રિટની શેમ્બરલેન (Britnee Chamberlain) સાથે આવું જ થયું છે. તે દેખાવમાં ખૂબ જ સુંદર અને માસૂમ લાગે છે. જોકે, તેની પસંદગી ખૂબ જ ખતરનાક છે. હકીકતમાં બ્રિટને શેતાની વિચારધારાને પ્રેમ કરે છે. તેનો આ શોખ જાહેર કરવા માટે તેણીએ પોતાના શરીર પર હત્યારાના ટેટૂ બનાવ્યા છે. Daily Starના રિપોર્ટ્સ અનુસાર, 30 વર્ષથી ઓછી ઉંમરની બ્રિટની શેમ્બરલેન (Britnee Chamberlain) સિરિયલ કિલરો પ્રત્યે એટલું આકર્ષણ ધરાવે છે કે તેણે પગ પર કેટલાક કુખ્યાત હત્યારાઓના ચહેરાઓનું ટેટૂ છૂંદાવ્યું છે.