મહિલાઓની સાથોસાથ પુરુષોને પણ જ્વલેરી (Jewellery)નો શોખ હોય છે. ઘણા લોકોને હીરા (Diamonds) ખૂબ પસંદ હોય છે. કેટલાક લોકો સોનું (Gold) અને કેટલાક લોકો નીલમ પસંદ કરે છે. પરંતુ ઓસ્ટ્રેલિયા (Australia)માં એક યુવતી મૃત લોકોના દાંતમાંથી જ્વલેરી (Dead Peoples Teeth Jewellery) બનાવીને ઇન્ટરનેટ પર ચર્ચિત થઈ રહી છે. આ યુવતીનું કહેવું છે કે આ તેનો શોખ (Hobby) છે. (Image: Jacqui Williams/SWNS)
જૈકી વિલિયમ્સ (Jacqui Williams) ગ્રેવ મેટલમ જ્વેલર્સની માલિકણ (Grave Metallum Jewellery)છે. તે મરેલા લોકોના દાતોની અંગૂઠી, બંગડી અને નેકલેસ બનાવીને વેચે છે. કેટલીક જ્વેલરીમાં માનવ અવશેષ સામેલ હોય છે- જેમાં વાળ અને રાખ, ત્યાં સુધી કે કોઈ પરિવારના સભ્યનું IUD (Intrauterine device) એટલે કે ગર્ભાશયી યુક્તિ પણ હોય છે. (Image: Jacqui Williams/SWNS)
જૈકી વિલિયમ્સ પહેલા એક સ્થાનિક કબ્રસ્તાનમાં માળી તરીકે કામ કરતી હતી. તેણે સ્વીકાર્યું છે કે તે થોડી બીમાર છે, કારણ કે મરેલા લોકોના અવશેષોથી ઘરેણાં બનાવવાની વાત સામાન્ય રીતે નોર્મલ વ્યક્તિ ન વિચારી શકે. પરંતુ તે એ વાત પર ભાર મૂકે છે કે તેની જ્વેલરી પ્રિયજનોના શોકમાંથી બહાર આવવામાં મદદ કરે છે. (Image: Jacqui Williams/SWNS)