કુદરત સાથે કોને પ્રેમ નથી હોતો. હરિયાળી, નદી, સમુદ્ર પહાળ તમને અંદરથી ખુશી આપે છે. એટલે જ તો આપણે વેકેશનમાં રજાઓ ગાળવા માટે હજારો લાખો રૂપિયા ખર્ચીને પ્રકૃતિનાં સાનિધ્યમાં જવાનું પસંદ કરીએ છીએ. ઘણાં લોકો સ્વિમિંગ પૂલમાં તરવાનાં શૌખિન હોય છે ત્યારે આજે અમે એવા કેટલાંક સ્વિમિંગ પૂલની માહિતી આપની માટે લઇને આવ્યા છે જે કુદરતની કારામત છે. ચાલો જોઇએ દુનિયાનાં સૌથી સુંદર કુદરતી સ્વિમિંગ પૂલ
Ik kil cenote- મેક્સિકોમાં આવેલું Ik kil cenote કુદરતી કરામતનો એક નમૂનો છે. અહીંની મુલાકાત લેનારાઓને લાગે છે કે તેઓ આ ધરતી પર નહીં પણ સ્વર્ગમાં છે. અહીંનું સ્વચ્છ કાંચ જેવું લીલુ પાણી મંત્રમુગ્ધ કરી દે છે. ઓરિજોનાના ગ્રેન્ડ કાનયોનની હાવાસ ફોલ્સનું 90થી 100 ફૂટ ઉંડે આવેલું છે. અહીંનાં પાણીમાં લીલો અને વાદળી રંગ ઝલકે છે. આ ઝીલ લાલ રંગની ચટ્ટાનોની વચ્ચે છે જે તેને કિનારે જોવા મળે છે.