

નવી દિલ્હીઃ પૃથ્વી (Earth)ની પાસેથી ઉલ્કાપિંડ (Asteroid) પસાર થતાં તમામ લોકોની આ વાત પર નજર રહે છે. આ મહિને કેટલાક Asteroid પૃથ્વીની નજીકથી પસાર થવાના છે. પરંતુ આ વખતે સપ્ટેમ્બરના પહેલા જ સપ્તાહમાં કેટલાક Asteroid પૃથ્વી તરફ આવવાની ચર્ચા થઈ રહી છે. NASA સહિત દુનિયાભરના ખગોળશાસ્ત્રીની આ Asteroid પર નજર છે. તેમાંથી એક Asteroid ઈજિપ્ત (Egypt)ના પિરામિડ (Pyramid)ના આકારથી પણ મોટો છે. (પ્રતીકાત્મક તસવીર)


ખૂબ જ તેજ ગતિથી પૃથ્વી તરફ ધસી રહ્યો છે - આ સપ્તાહે પસાર થનારા Asteroidમાંથી કોઈ પણ પૃથ્વીને નુકસાન નહીં પહોંચાડે. તેમ છતાંય ખગોળશાસ્ત્રી તેની પર નજર રાખી રહ્યા છે અને તે ખૂબ અગત્યનું પણ છે. 465824 (2010 FR) નામનો Asteroi ખૂબ જ તેજ ગતિથી પૃથ્વી તરફ આવી રહ્યો છે. તેની ગતિ 14 કિલોમીટર પ્રતિ સેકન્ડની છે અને જે હાઇ સ્પેરસોનિક (High Spersonic) ગતિથી પણ વધુ છે. (પ્રતીકાત્મક તસવીર)


પૃથ્વીની નજીકથી ક્યારે પસાર થશે? - તે પૃથ્વીની પાસેથી 6 સપ્ટેમ્બરના રોજ પસાર થશે. તે અપોલો ક્લાસનો Asteroid ગણવામાં આવ્યો છે કારણ કે તે પૃથ્વીની કક્ષાની અંદરથી પસાર થશે. (પ્રતીકાત્મક તસવીર)


આ Asteroidની બીજી એક ખાસ વાત છે. નાસાના વૈજ્ઞાનિકો મુજબ, આ Asteroid ઈજિપ્તના ગીઝા પિરામિડના આકારથી બમણો છે. તેઓ આકાર 120થી 270ના વ્યાસનો હોવાનું કહેવાય છે. આ Asteroidથી હાલ પૃથ્વીને કોઈ ખતરો નથી.


NEO શ્રેણીનો છે Asteroid - NASAએ તેને નિયર અર્થ ઓબ્જેક્ટ (NEO)ની ક્લાસનો Asteroid ગણાવ્યો છે. આવા પિંડ એવા ધૂમકેતૂ કે ઉલ્કાપિંડ હોય છે જે આપણા સૂર્યથી 1.3 એસ્ટ્રોનોમિક યૂનિટ ના અંતરથી આવી શકે છે. એસ્ટ્રોનોમિકલ યૂનિટ અંતર એક ખગોળીય એકમ છે જે સૂર્ય અને પૃથ્વીની વચ્ચેનું સરેરાશ અંતર છે. (પ્રતીકાત્મક તસવીર)