જાપાનના સોઉ ફુજીમોટો આર્કિટેક્ટ્સએ એક વિશાળ તરતા ટાવરની ડિઝાઈનનો ખુલાસો કર્યો છે. જે ચીનની શેનજેનની ખાડીમાં કિયાનહાઈવાન જિલ્લામાં બનાવવામાં આવશે. આ ડિઝાઈનને હરિફાઈ બાદ જાહેર કરવામાં આવી છે. જેનું આ વિસ્તારમાં એક ખૂબ જ સારા ટાવરની ડિઝાઈન માટે આયોજન કરવામાં આવ્યું હતું. આ ટાવરમાં 99 નાના દ્વીપ હશે જેનાથી તમને લાગશે કે તે પાણીમાં તરી રહ્યા છે, પરંતુ ખરેખર તે ટાવરની સાથે મજબૂતીથી જોડાયેલા હશે.
ન્યૂ સિટી સેન્ટર લેન્ડમાર્ક હરિફાઈના જજ સમૂહે આ ડિઝાઈનને પહેલો પુરસ્કાર કોઈએ પણ આપ્યો નહોતો. સોઉ ફુજીમોટો આર્કિટેક્ટ્સને ફ્લોટિંગ વોટર ટાવર માટે બીજુ સ્થાન મળ્યું હતું. આ ડિઝાઈન હરિફાઈમાં ટોપ પર રહીં. આ ડિઝાઈનને એક સવાલ જવાબ માટે તૈયાર કરવામાં આવી હતી, જેમાં પૂછવામાં આવ્યું હતું કે શું નવા ટાવરનો અર્થ 21મી સદી છે. બીજો સવાલ હતો કે આ ટાવર કેવી રીતે એફિલ ટાવરની જેમ સતત આકર્ષણનું કેન્દ્ર બની શકે છે.
આ એક Ethereal Tower સાથે ટાવરનો સમૂહ પણ છે, જે વિવિધતાના યુગમાં ભવિષ્યનો સમાજ પણ દર્શાવે છે. આ ટાવરને મોટાભાગે સ્ટીલ, કાર્બન ફાઈબર, કેવલર રોપ અને કોંક્રીટથી બનાવવા માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે. ઉપરાંત કેવલપ ટેંશન તારો સાથે જોડાયેલ એક સ્ટીલ ટ્રસ સિસ્ટમ છે જે તેના કેન્દ્રને સંતુલિત બનાવીને રાખશે.
આ પ્રકારની આ પહેલી સંરચના નથી જે ભવિષ્યના શહેરની સંસ્કૃતિ અને વાસ્તુકલાનો પરિચય આપતી હોય. ચીનમાં એક ડૈનિશ વાસ્તુકાર સ્ટુડિયો જેને BIG કહેવામાં આવે છે, જેમણે ગયા મહિને ઓ ટાવરની બિલ્ડીંગની ડિઝાઈન જાહેર કરી છે. માઈન્ડ બેન્ડિંગ ઇન્ફિનિટી લૂપના આકારની આ ડિઝાઈનવાળી સંરચના જમીનને આકાશ સાથે ગોળાકાર તરીકે જોડે છે.