તમને જણાવી દઈએ કે, દક્ષિણ તુર્કીના હીરાપોલીસ શહેરમાં એક ખુબ પ્રાચિન મંદિર છે. આ મંદિરને નરકનો દરવાજો નામ આપવામાં આવ્યું છે, કારણ કે, છેલ્લા કેટલાએ વર્ષોથી અહીં સળંગ રહસ્યમય રીતે મોત થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ મંદિરના સંપર્કમાં આવતા જ પશુ-પક્ષી તમામ લોકો મરી જાય છે. કહેવામાં આવે છે કે, તેમનું મોત યૂનાની દેવતાના ઝેરી શ્વાસના કારણે થઈ રહ્યા છે.
આ વિચિત્ર ઘટનાઓના કારણે લોકો આ મંદિરને નરકનો દરવાજો કહેવા લાગ્યા છે. એટલું જ નહી ગ્રીક, રોમન સમયમાં પણ મંદિરની આસપાસ જતા લોકોનું માથુ વાઢી દેવામાં આવતું હતું. મોતના ડરના કારણે તે સમયે પણ લોકો અહી જતા ડરતા હતા. વૈજ્ઞાનિકોની શોધ બાદ અહીં થઈ રહેલા મોત પાછળનું રહસ્ય ઉકેલી દેવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે, તમામ લોકોના મોત પાછળનું કારણ મંદિરની નીચેથી નીકળી રહેલો કાર્બન ડાઈ ઓક્સાઈડ ગેસ છે.
આ જગ્યાને લઈ જર્મનીના ડુઈસબર્ગ-એસેન વિશ્વવિદ્યાલયના પ્રોફેસર હાર્ડી પફાંજનું કહેવું છે કે, અહી થયેલા અભ્યાસ પ્રમાણે અહીં ખુબ માત્રામાં કાર્બન ડાઈઓક્સાઈડ ગેસ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તેમનું કહેવું છે કે, એવું બની શકે છે કે, આ ગુફા એવી જગ્યા પર છે, જ્યાં પૃથ્વીની પરતના નીચેના ભાગમાંથી ઝેરી ગેસ નીકળી રહ્યો હશે.
અભ્યાસ અનુસાર, આ પ્લૂટો મંદિરની નીચે બનેલી ગુફામાં કાર્બન ડાઈ ઓક્સાઈડ ખુબ મોટી માત્રામાં મળી આવ્યો છે. અહીં આ ગેસ 91 ટકા જેટલો છે. આશ્ચર્યજનક રીતે અહીથી નીકળી રહેલા ધુમાડાના કારણે અહીં આવતા કીડા-મકોડા-પશુ-પક્ષી મરી જાય છે. ગ્રીક ભૂશાસ્ત્રી સ્ટ્રાબો પણ આ જગ્યાને જવલેણ માને છે. તેમનું કહેવું છે કે, આ જગ્યા પૂરી રીતે બાષ્પથી ભરેલી હોવાના કારણે ગણી ધૂંધળી છે, અહીં જમીન પણ મુશ્કેલીથી દેખાય છે.
ઈટલીના એક પુરાતત્વેત્તા ફ્રાંસેસ્કો ડી-એન્ડ્રીયાનું કહેવું છે કે, ખોદકામ દરમ્યાન ગુફાની જીવલેણ પરિસ્થિતી અમે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. અહીં કાર્બન ડાઈ ઓક્સાઈડના ધુમાડાના કારણે હજારો પક્ષી મોતને ભેટ્યા હતા. કારણે કે, તેમણે આની નજીક આવવાની કોશિસ કરી હતી. એન્ડ્રીયાનો દાવો છે કે, તેમણે અહીં આવનારા લોકોને નાના-નાના પક્ષી આપ્યા હતા, જેથી ગુફાના ઘાતક પ્રભાવની અસરનો ટેસ્ટ કરી શકાય.