શોપિંગ કરવાનું કોને સારૂ નથી લાગતું, પરંતુ તેના માટે તમારે એ પણ વિચારવું પડે છે કે, તમારી પાસે શોપિંગ કરવા માટેના પર્યાપ્ત પૈસા છે કે નહી. પરંતુ જરા વિચારો, તમારા મોલમાં જઈને તમારી મનપસંદની ખુબ વસ્તુઓ તમે ખરીદી અને તમારી બીલ કોઈ અન્ય ભરી દે તો. જોકે, આવું ક્યારે પણ બનતું નથી, પરંતુ અમેરિકાના ડર્બી શહેરમાં કઈંક આવું બન્યું છે.
મોલમાં ખરીદદારી કરવા આવેલી જૂલી ગેટ્સ નામની મહિલાએ જણાવ્યું કે, તે પોતાનો તમામ સામાન ઉઠાવીને પેમેન્ટ કરવા જઈ રહી હતી. તે સમયે કેસ કાઉન્ટર પાસે ઉભા રહેલા એક વ્યક્તિએ તેને રોકી દીધી અને તેને પુછ્યું કે તે હજુ વધુ સામાન ખરીદવા માંગે છે? મુદ્દે મહિલાએ કહ્યું કે, હાં, તેને બીજી પણ વસ્તુઓ ખરીદવી છે. ત્યારબાદ આ વ્યક્તિએ મહિલાને કહ્યું કે, તમે જેટલો સામાન ખરીદવા માંગતા હોય એટલો ખરીદો, તમારૂ બીલ હું ભરી દઈશ.
મહિલાએ જણાવ્યું કે, પહેલા તો તેને લાગ્યું કે, તે વ્યક્તિ તેની સાથે મજાક કરી રહ્યો છે, પરંતુ તે જ્યાં સુધીમાં તમામ સામાન ખરીદીને પાછી આવી ત્યા સુધી તે વ્યક્તિ ત્યાં જ ઉભો હતો. ત્યારબાદ આ અજાણ્યા વ્યક્તિએ મહિલાનું 199 ડોલર એટલે કે 14000નું બીલ ચકવી દીધુ. આ મુદ્દે મહિલાએ તેને પુછ્યુ કે, તમે કોણ છો. તો તેણે ઈશારો કરતા કહ્યું કે, સાંતા.