Home » photogallery » eye-catcher » અસાધારણ શિક્ષક: ગુજરાતની આ શાળાના શિક્ષક બન્યા બાળકોનું 'રમકડું'

અસાધારણ શિક્ષક: ગુજરાતની આ શાળાના શિક્ષક બન્યા બાળકોનું 'રમકડું'

રઘુ રમકડું નામથી જાણીતા આ શિક્ષક કોઈ ઓળખણના મૌતાજ નથી. જણાવી દઈએ કે, આ શિક્ષક અમરેલીની એક શાળમાં બાળકોને શિક્ષા આપે છે. ત્યારે આજે તમને જણાવીશું કે, આ શિક્ષક એવું તો શું કરે છે, જેના કારણે તેનું નામ નામ રઘુ રમકડું પડ્યું....

  • Local18
  • |
  • | Amreli, India

  • 110

    અસાધારણ શિક્ષક: ગુજરાતની આ શાળાના શિક્ષક બન્યા બાળકોનું 'રમકડું'

    Abhishek Gondaliya, Amreli: જાફરાબાદ તાલુકાનાં મિતિયાળા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષક રાઘવભાઇ કટકિયા અસાધારણ શિક્ષક છે. રાઘવભાઇ કટકિયામાં કુટીકુટીને કલા ભરી છે,જાણે કે ગાગરમાં સાગર હોય તેવું લાગે છે. એક ઉત્તમ અને આદર્શ શિક્ષક ઉપરાંત ઉમદા નૃત્યકાર, નાટ્યકાર, લેખક, ગાયક, ચિત્રકાર છે. શાળામાં જતા એક શિક્ષક નહી પરંતુ બાળક બની જાય છે. ત્યારે આજે આપને જણાવીશું કે તેનું નામ રઘુ રમકડું શા માટે પડ્યું...

    MORE
    GALLERIES

  • 210

    અસાધારણ શિક્ષક: ગુજરાતની આ શાળાના શિક્ષક બન્યા બાળકોનું 'રમકડું'

    બાળકોનાં માતા બની જાય છે. બાળકોનાં સખા બની જાય છે. બાળકો માટે રમકડું બની જાય છે. એટલે જ રાઘવભાઇ કટકિયા “રધુ રમકડું” તરીકે ખ્યાતનામ બન્યાં છે.

    MORE
    GALLERIES

  • 310

    અસાધારણ શિક્ષક: ગુજરાતની આ શાળાના શિક્ષક બન્યા બાળકોનું 'રમકડું'

    જાફરાબાદ તાલુકાનું મિતિયાળા જિલ્લાનાં છેવાડાનું ગામ છે. ગામમાં અંદાજે 4000ની વસ્તી છે. ગામમાં સાક્ષરતા દર પ્રમાણમાં ઓછો છે. શાળાએ બાળકો મોટી સંખ્યામાં અભ્યાસ માટે આવે છે. પરંતુ સરકારી શાળામાં આવે અને જાય તેવું વાતાવરણ હતું. ગામમાં પણ અનેક સમસ્યાઓ હતી.

    MORE
    GALLERIES

  • 410

    અસાધારણ શિક્ષક: ગુજરાતની આ શાળાના શિક્ષક બન્યા બાળકોનું 'રમકડું'

    પરંતુ સાત વર્ષ પહેલા ગામની પ્રાથમિક શાળામાં રાઘવભાઇ કટકિયાની નિમણુંક થઇ અને શાળાનો પરિવર્તનનો દોર શરૂ થયો. શાળામાં પહેલા 430ની સંખ્યા હતા. આજે શાળામાં 500 બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. રાઘવભાઇ કટકિયાની અભ્યાસ કરાવવાની પદ્ધતિ જોયા બાદ કોઇ પણ વ્યક્તિ અચંબામાં પડી જાય છે. શિક્ષક મુળ ચલાલાનાં વતની છે.

    MORE
    GALLERIES

  • 510

    અસાધારણ શિક્ષક: ગુજરાતની આ શાળાના શિક્ષક બન્યા બાળકોનું 'રમકડું'

    સામાન્ય રીતે શિક્ષક શાળામાં પ્રવેશે એટલે બાળકોમાં દોડધામ મચી જતી હોય છે. પરંતુ રાઘવભાઇ શાળામાં આવે એટલે શાળાનું વાતાવરણ જ બદલાય જાય છે. શાળામાં એક શિક્ષક કરતા બાળક બનીને આવે છે. શાળાનાં બાળકો સાથે ઓતપ્રોત થઇ જાય છે. બાળક જેવા બની જાય છે.

    MORE
    GALLERIES

  • 610

    અસાધારણ શિક્ષક: ગુજરાતની આ શાળાના શિક્ષક બન્યા બાળકોનું 'રમકડું'

    કયારે મિત્ર બની મસ્તી કરે છે. કયારેક બાળકનાં માતા બનીને વ્હાલ કરે છે. વાળ સરખા કરી દે છે. માથામાં તેલ નાખી આપે, બાળકોને ચા પીવડાવે, જોત પાણી પુરી બનાવી ખવડાવે, બાકળો માટે રમકડું બની ખડખડાટ હસાવે છે.

    MORE
    GALLERIES

  • 710

    અસાધારણ શિક્ષક: ગુજરાતની આ શાળાના શિક્ષક બન્યા બાળકોનું 'રમકડું'

    ગણિત વિષયમાં ગણતરી માટે બિસ્કિટ, ભૂંગળાનો ઉપયોગ કરી શીખવતાને બાળકો સાથે તેની લ્હાણી કરતાં, ફુગ્ગા ફુલાવી ફુગ્ગા ઉપર સરવાળા-બાદબાકી શીખવતા, વર્ગમાં અસલ કબૂતર, કાચબો, સસલું, બિલાડી,ઘેટું લાવી જીવંત શિક્ષણ આપ, બટાકા અને ડુંગળીનો જબરદસ્ત વાર્તાલાપ, તોલમાપ એકમ શીખવવા વર્ગમાં જ ત્રાજવા લાવી એમાં બાળકોને રમત કરાવતાં, બાળકો સાથે નાચતાં અને પ્રાર્થનાસભા સતત જીવંત રાખે છે.

    MORE
    GALLERIES

  • 810

    અસાધારણ શિક્ષક: ગુજરાતની આ શાળાના શિક્ષક બન્યા બાળકોનું 'રમકડું'

    શાળાની દીકરીઓ પાસે રાખડી બનાવી સૈનીકોને મોકલાવે છે. આ ઉપરાંત પીંછા પર આર્ટ, ઝાળીવાળા પર્ણ પર આર્ટ, વેસ્ટ નાળિયેરની કાચલીની બનાવેલ વસ્તુઓ, દીવાસળી અલગ અલગ નમૂના, સ્ટીક આર્ટ, stone art,wood art, ઢીસણીયા પર આર્ટ, દેશી નળિયાં, છત્રી, માટલું, તાવડી, બોલપેન, પેન્સીલ સોલ, પેન્સીલ, ન્યૂઝ પેપર, રોટલી વણવાની પાટલી, ટેપ રેકોર્ડિંગ સિડી, બટાટા, સુડી, માસ્ક, ખાલી માચીસના ખોખા, બેનર વર્ક, બેનર ગેમ, સુગરી માળા, દરજીડાના માળા, ગુલમહોર સિંગ, પિસ્તા, તુરિયા, દૂધી, ગ્લાસ, પતંગ, કેરી ગોટલી, પેપર ક્રાફટ, મોરપીંછ, રૂમાલ, શર્ટ, મેથ્સ મેહદી, વેસ્ટ કંકોત્રી, હાથ પર મગર આર્ટ, પપેટ શો, રંગીન પથ્થર, જુના ચલણ પૈસા, વારલી ગંજી પન્ના સહિતની વેસ્ટ વસ્તુઓનો શિક્ષણમાં ઉપયોગ કરે છે. તેમજ નૃત્યકાર, નાટ્યકાર, લેખક, ગાયક અને ચિત્રકારનાં ગુણો તેનામાં રહેલા છે.

    MORE
    GALLERIES

  • 910

    અસાધારણ શિક્ષક: ગુજરાતની આ શાળાના શિક્ષક બન્યા બાળકોનું 'રમકડું'

    શાળામાં અભ્યાસ કરતા એક પણ બાળકને વ્યસન નથી. તેમજ એક છાત્રાનાં પિતા ઘરમાં દસ રૂપિયા હોય તેનો પણ દારૂ પી જતા હતાં. તેમજ પરિવારનાં મારતા હતાં. ઘરની બહાર કાઢી મુકતા હતાં. બીએપીએસ સંસ્થાનાં ચાલો આદર્શ બનીએ પ્રોજેકટમાંથી પ્રેરણા લઇને વ્યસન છોડાવવાનું કામ કર્યું છે. રાઘવભાઇ કટકિયા અને શાળા પરિવારની અથાક મહેનત બાદ છાત્રાનાં પિતાને વ્યસનમુક્ત કર્યાં છે.

    MORE
    GALLERIES

  • 1010

    અસાધારણ શિક્ષક: ગુજરાતની આ શાળાના શિક્ષક બન્યા બાળકોનું 'રમકડું'

    આ રીતે ગમ્મત સાથે અભ્યાસ કરીને બાળકોને શિક્ષણ સાથે મનોરંજન પણ આપે છે.

    MORE
    GALLERIES